‘દેખાડો’ તો દેખાય! આખા જણમાંથી ઊભરાય
પારદર્શક થવું આરપાર. ખરું જીવન એ પછી જાણ!
દંભ દરવાજે કદી ન બીડાય, ક્યાંક જરુર દેખાય
ગમે તે ભોગે એ ક્યાંકથી અવશ્ય ચાડી ખાય
વ્યાવહારિક કારભારમાં ‘દેખાડા’ને પ્રાધાન્ય
ગુણ ગણતો મોખરેનો ને સર્વમાન્ય સામાન્ય
ચાલો, એ જગ્યાએ ચલાવવો! તો ચાલવા દો જરાક!
પણ બધે એ જ અભિગમ! તો સંભાળીને ચાલ.
ભીતરની ભીની કુંણી ઉની ચેતનાને સાચવવી સદા
એ જ ખરો સ્ત્રોત ને મૂળભુત પીઠબળ અમર્યાદ
દગો જો છતાં પણ તો તેને જ દગો થયો જાણ
‘દેખાડા’ને તિલાંજલી જ અંતરાત્માને ન્યાય...
પછી પ્રભુ જોડીદાર...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Galphimia glauca
Significance: Honesty in the Physical Mind
Preliminary condition indispensable for transformation.
No comments:
Post a Comment