હું જ મારો વારસો ને એકલોતો વારસદાર
ક્યાંયથી નથી કંઈ આવ્યું કે ક્યાંય ઉતારવાનો પ્રવાહ
આખેઆખા પ્રભુને પકડ્યાં, પહોંચો આપ્યાને સાથ
પછી તો એહની હતી જવાબદારી, હું તો હતી બાલ્ય!
હસ્તગ્રસીને તરતી રાખી, મધદરિયે બની સુકાન
અન્ય ક્યાંથી સમજે! આ તો અમારી અંદરની વાત
ખરી જીતાવી જિંદગી, પકડાવી જીવન નાડ
પ્રભુ થકી જીવનીમાં પ્રભુ સંગ સાઠગાંઠ
ટકતા ટકતા ટેક ટકાવી, ટંકાવી નવ 'મોરલી' ઢાલ
ઘૂમી રહું આમ કે તેમ! પ્રભુ પોતે બખ્તર...શાશ્વતકાળ.
વંદે પ્રભો...વંદે...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Hibiscus hirtus
Hibiscus
Significance: Eternal Youth
It is a gift the Divine gives to us when we unite with Him.
No comments:
Post a Comment