કશુંય નથી જતું ક્યાંય કે કરતું આમથી તેમ જા -આવ
માન્યતા! પુરાવાઓ દેખાડતી, મનઘડંત, બેબુનિયાદ,
બસ! એમાં સપડાયાની વાર, જાણે કરોળિયાની જાળ
એકવારની સંમતિ છેટું ને જકડે જડતા અસલામતી અભાન
દોરી જાય દર અનુભવે: "જો, તારું લુંટાયું આમ,
તારું હતું, હવે આની પાસે ગયું, જોઈ લે! ભલે તું ન માન..."
અસંખ્ય રચે આવા સંવાદો, મનને જ અપાતો મનનો ત્રાસ
નબળું ચેતાતંત્ર સંકલ્પવિહીન, માને એ હીન દર વાત
પાછું ઉમેરે એમાં નિમ્નપ્રાણ ઊંટવૈદ્યો હેવાતા મદદગાર
મુશ્કેલીનિવારકો, જીવનસુધારકને નામે લૂંટે, રોપે ડરકાંપ
ફસતો રહે જણ વધું ને વધું, એ કરે કળણનું કામ
સાબિતીઓની હારમાળા પકડાવ્યા કરે, કાન માંડો એટલીવાર
નીકળવું રહે એ ચક્કરમાંથી, નિમ્નતાની આ રમત જ સાફ
મક્કમતાપૂર્વક હટવું રહે આ પ્રખર પ્રવર્તતી માયાજાળ
પ્રભો ...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Beleperone guttata
Shrimp plant, Mexican shrimp plant, Shrimp bush, False hop
Significance: Thirst for Perfection
Constant and manifold aspiration
No comments:
Post a Comment