Sunday, 8 December 2019

ચેતાતાર કેમ બાકાત?


ચેતાજગતમાં પણ ચૈતન્યપ્રસાર
દિવ્યચેતના ભરે ઠસોઠસ સ્વાસ્થ્ય

એ માળખું પણ થાય આતુર જાળ
વિકસાવવાને પોતીકો સ્વભાવ

ઈન્દ્રિયોથી અલગ પોતીકું પ્રદાન
ભજવવા અલાયદી ભૂમિકા સભાન

સ્વસ્થતા નીરવતા સમતામાં શાંત
ને મૂળભુત વિશેષતાઓ સાથે પ્રગાઢ

ન પ્રત્યાઘાતો ન છીછરા પ્રતિભાવ
ન બેધ્યાન ઈન્દ્રિયોવશ સામ્રાજ્ય

તીક્ષ તીવ્ર તદ્રુપ તન્મય નવસિદ્ધાંત
અપનાવે ને વરે એક એક છેડો સજાગ

એકાગ્રતામાંથી ચેતાતાર કેમ બાકાત?
પૂર્ણતામય સર્વકંઈ, સહિત એ તંત્રજાળ

પ્રભુ બેઠો જોડે શાશ્વતતાર...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Guettarda speciosa
Significance: Peace in the Nerves
Indispensable for good health.

No comments:

Post a Comment