પરમને સ્કંધે જ જ્યાં હું! તે 'ભારો' કયાં સ્પર્શે મુજ
અલાયદી જ કંઈ રીતિ જ્યાં પરમની ગતિ સમુચ્ચ
કંઈક સ્તરો ચડાવી, ખુદ ઊતરે, અહીં દેહસ્થે ખુદ
ધરે જીવની, બક્ષી સંનિધી ને માણે સાયુજ્ય સમુચ્ચ
અહો, આ પરમ પ્યાલી! ઘૂંટડે ઘૂંટડે પચે અમૃત
મસ્તિષ્કેથી ઊતરે ને અભિભૂત જગ સમગ્ર સમુચ્ચ
કંઠ હ્રદય પાદ ઇન્દ્રિય દ્રષ્ટિ...તમામ કરણો આકૃત
જે તે કાર્ય, ભૂમિકા તત્પર ને કર્તવ્યશીલ સમુચ્ચ
No comments:
Post a Comment