Tuesday, 3 December 2019

પધારી હોય છે ...


શક્તિની શક્તિને...

વામણાં મનથી જતાવ
કુંઠિત રીતિમાં ખર્ચાવ,

પ્રદર્શનનું માધ્યમ બનાવ,
ઊણી ચેષ્ટાઓમાં ખપાવ,

રમકડાંની જેમ નચાવ,
તુચ્છ ગણીને આદેશે રમાડ,

ભૌતિક ભોગોનાં કામે લગાડ,
અન્યવિચારોની જાસૂસીમાં બગાડ,

અહંનિર્દેશની અનુયાયીમાં દબાવ,
સ્વસુવિધા માટે પલટાવ,

પંડનાં ઉદ્દેશ્યો બહાર રાખ,
દુરવ્યય જેટલો એટલી વસૂલી સમાન

મહાશક્તિની શક્તિ જાણ
શક્તિની પધરામણીનું થવું સન્માન

હોવો ખુલ્લાં અસ્તિત્વે આવકાર,
આપવો શાંતિ સમર્પણમાં પૂરો અવકાશ

પધારી હોય છે ખાસ કર્મકાજ
વહેવા દેવી વિના કર્તા ધ્યાનભાવ

પ્રભુકાર્યો પૃથ્વી પર એમ પડતાં પાર
ને ધન્ય પૃથ્વીસંગ માંગી રહે તું પણ આભાર...

જય પ્રભુ...

ડિસેમ્બર ૨૦૧૯


Flower Name: Hibiscus rosa-sinensis 'Waimaea'
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Light of the Purified Power
Irresistibly simple in its power consecrated solely to the Divine.

No comments:

Post a Comment