જયાં જયાં હશે તૈયારી ત્યાં ત્યાં ખોલશે દ્વાર
ભીતરે બિરાજીત આત્માંશ ખેલશે પૃથ્વીકાળ
જેટલો જરુરી ઉત્ક્રાંત એટલી હરણફાળ
સંજોગ સમયને અતિક્રમી, માંડશે પ્રગતિ પ્રસ્થાન
ઉર્ધ્વે તો ખુલ્લી બારી, હંમેશ તત્પર તૈયાર
જેટલી જેની ક્ષમતા, મળતી રહે ગતિસંભાળ
પૂછતા રહેવું, ખોજતા રહેવું ભીતરને જે માન્ય
થઈ રહેતું એ એ સઘળું જીવ લક્ષને કાજ
તક મળી તો કુદી લેવું, ભૂસકો કે બહોળી ફલાંગ
અંતરબળ મળી રહે કારણ અંતર જ તો જીવે માનવબાહ્ય
પ્રભુ પહેરેદાર...
ડિસેમ્બર ૨૦૧૯
Flower Name: Barleria
Significance: Opening
The help is constant in all domains. It is for us to know how to benefit from it.
No comments:
Post a Comment