અહંનો વિકૃત ચહેરો ઉતારી આઘે,
વિશેષ નજરે ભીતર તપાસી જોજે
પરખ! ઘડતરમાં જરૂર હશે ઊંડે પાયે
કંઈક આગવું અનન્ય યોગદાન કાજે
તો માનજે શ્રદ્ધાથી, એ અદ્રશ્ય ઈશારે
તાકાત બનાવી નીકળવાનું છે માર્ગે...
એક એક રોપણી થકી પૂર્તિ. પરિણામે
ખૂટતી કડીઓ જોડી નવપથ કંડારજે...
દર ડગલે આહવાન. દિવ્ય નોતરજે
સોનેરી રૂપેરી કંઈક મૂળભૂત અવતરશે.
ને પછી, પરમપ્રભુ તારો સમર્થક થાશે...
ને પછી, તું પણ તને સમર્થન આપજે...
અહંને ઓગાળીએ પછી રહેતું અસ્તિત્વ વિશેષ જ...
એ રિક્તતામાં પછી પ્રભુ પસારમાન હોય છે. પછી કશું ખાલીપામાં નહીં પણ ખંતમાં પધરાતું હોય છે.
આત્માનો રસ્તો સમયાંતરે મળે છે કે કહો કે આત્મા પોતાનું સ્વાયત્ત મેળવે છે ત્યારે જન્મજાત આવેલાં ગુણો પરિબળો ઓર ખીલી ઊઠે છે.
એક આખી સમય સંજોગની સેર ગૂંથાયેલી દ્રશ્યમાન થાય છે જે આમ ઘડતરને છતૂ કરે છે જેમાં એનું મૂલ્ય સમજાય છે.
સાચ્ચા રસ્તે નાસીપાસ થયા વગર પ્રગતિશીલ સ્વનાં ભાગોને સમર્થન આપતાં રહેવાનું છે સાથે નિમ્ન ભાગોનું અર્પણ...
પછી પરમપ્રભુ પણ સમર્થક...
જય હો!
ફેબ્રુઆરી, ૨૦૧૯
There is only one thing to do: to proceed on one's way keeping one's own faith and certitude, and not bother about contradictions and denials. There are people who need the support and trust and certitude of others to feel comfortable and to be at ease; they are always unhappy because, of course, they will always come across people who do not believe, and so they will be upset and it will trouble them. One must find one's own certitude within oneself, keep it in spite of everything and go one's way whatever the cost, to the very end. The victory is for the most enduring. To maintain one's endurance in spite of all opposition, the support must be unshakable, and one support alone is unshakable, that of the Reality, the Supreme Truth. TM
Flower Name:Platycodon grandiflorus
Balloon flower, Chinese bellflower
Balloon flower, Chinese bellflower
Significance: Certitude
Assured and calm, it never argues.
Certitude of Victory
It is not noisy, but it is sure.Unostentatious Certitude
It does not attract attention or try to convince anyone.
Assured and calm, it never argues.
Certitude of Victory
It is not noisy, but it is sure.Unostentatious Certitude
It does not attract attention or try to convince anyone.