તું પૂર્ણપણે પ્રમાણિક થા
પહેલી ને આખરી શર્ત થા!
દર ડગ, વળાંકે સભાન થા
જાત સાથે સંમ્મીલિત થા.
અંદરનો ઝુકાવ જાણતો થા
અસ્પષ્ટ કદાચ પણ પ્રયત્ન થા.
પાત્રતામાં પ્રામાણિત થા
કૃત્રિમ પુરાવાથી મુક્ત થા.
સાચ્ચા ઇરાદામાં અગ્રીમ થા
સર્વશક્ય અમલે સંમત થા.
ક્ષમતાથી અશક્ય થા.
જૂઠ, ઢાંક, ભાગથી પર થા.
મર્યાદાથી અમર્યાદ થા
પ્રમાણિકતાને પ્રમાણિક થા.
જય પ્રભુ...
પાત્રતા કેળવાય છે...
એમ વધતાં વધતાં જ.
કંઈ કેટલાંય પ્રસંગો પર્વો પળોમાં એક મુદ્દે જડાઈ રહેવાનું હોય છે પૂરી પ્રમાણિકતા સાથે.
બાહ્ય પરિબળો આકર્ષક હોય છે અને ઝોકને એ તરફ ખેંચી લેવાની ક્ષમતા પણ...
એ જ રીતે યોગમાર્ગે પણ અનુભૂતિઓ, હજી પ્રકિયાશીલ સાધકને આંજી શકે...
પરિસ્થિતિ, માર્ગ, મથાળુ ગમે તે હોય ઉદ્દેશને પ્રમાણિક રહેવું એ જ જે તે સમયની સચ્ચાઈ હોવાની.
ભલે, હજી અપક્વ હોવાય, અધૂરપ અનુભવાય, ક્યાંક ચૂકી જવાય...
સમય આપવો રહ્યો, જવા દેવાનું એ બધું જ...
પણ સાચ્ચા રહીને...
તટસ્થતાથી,
પ્રમાણિકપણે,
નિષ્પક્ષ રહેવાનું.
એ વલણ જ તો રસ્તો કરે છે,
અવતરતી કૃપાને ઝીલવા સક્ષમ બનાવે છે. અને
પાત્રતાને પાત્ર.
પ્રભુ...
જાન્યુઆરી, ૨૦૧૯
Honesty is the best protection.
A peaceful heart is the best reward of honesty.
Be sincere and honest and your mind will be at rest.
Vital honesty: not to allow our sensations and desires to falsify our judgement and determine our action.
A peaceful heart is the best reward of honesty.
Be sincere and honest and your mind will be at rest.
*10 December 1959
Vital honesty: not to allow our sensations and desires to falsify our judgement and determine our action.
Mental honesty: one does not try to deceive others or to deceive oneself.
Mental sincerity: the essential condition for integral honesty.
Flower Name: Galphimia glauca
Significance: Honesty in the Physical MindPreliminary condition indispensable for transformation.
No comments:
Post a Comment