Monday, 28 January 2019

અરસપરસ ફળદ્રુપ ઓડકાર...


એ જિંદગી! થામી લે હાથ
ને વહી જઈએ ક્યાંક ક્યાંક
જીવન છે પોતે જ એ હાથ
ને વધીને ફેલાવશે બાથ...

દિવ્યે દીધી છે નિરંતર છાંય 
ને પગેરું પણ એનું જ કંડાય
તો ચાલ! પકડી મજબૂત હાથ
નિશ્ચિંત નીકળીએ સાંગોપાંગ...

તું ને હું નો સમન્વય જ સથવાર
ને પરમની પૂર્ણ અનુમતિ પ્રાપ્ત 
તો શાને એક ક્ષણનુંય રોકાણ?
પકડ એ પકડ ને પૃથ્વી પામે પ્રમાણ...

જીવી બતાવીએ કે શક્ય આમ!
પરમ જીવાડે જિંદગીને જીવ કાજ
અરસપરસ અનુકૂળ, ફળદ્રુપ ઓડકાર
ને ઉત્કૃષ્ટ ઉદ્ધારક ઉત્કર્ષ બિનઅપવાદ.

પ્રભુ માર્ગદર્શક...


જન્મ થકી શ્વસતા થવું એ એક શરૂઆત છે જ્યારે એમાં જીવનશક્તિ (life force) પ્રવેશે ત્યારે ખરો તબક્કો શરૂ થાય છે.

એ પ્રાણશક્તિ જ્યારે સ્વચ્છ સ્વસ્થ થાય છે અને જીવનમર્મ સમજાવે છે ત્યારે પ્રભુમરજીનાં કાર્યો આરંભાય છે.

જીવે જન્મ પાછળ ઉદ્દેશ્યો મૂક્યાં હોય છે જે ફક્ત નિશ્ચયથી નથી પૂરાં થતાં પણ એ અફર નેમની પૂર્તિ કરવા જ્યારે પ્રાણશક્તિ કારગત થાય છે ત્યારે પરિણામ સુધી પહોંચી શકે છે.

એને માટે જરૂરી વાતાવરણ જો ઊભું થાય અને ટકાવી શકાય અલબત્ સહજતાથી...તો એ અલગ જ ગુણવત્તા દેખાડી જાય છે. 

એ શક્તિ જાગૃત થવી, એ ઝીલવી અને યોગ્ય ને પૂર્ણ રૂપે ઉપયોગમાં લેવી એ ક્રમશઃ વિકસતી ગતિ છે.

એ તબક્કાઓ તો જ શક્ય બને જો કૃપા એ આધારને પસંદ કરે અને આધાર સામે મંજૂરી જીવે.

પછી, બંને પક્ષે પ્રભુ અને શક્તિ પણ તો એની જ...

ને ધન્ય એ ઝીલનાર...

જાન્યુઆરી, ૦૧


We are united towards the same goal and for the same accomplishment - for a work, unique and new, that the Divine Grace has given us to accomplish. I hope that more and more you will understand the exceptional importance of this work and that you will feel in yourselves the sublime joy that the accomplishment will give you. The Divine force is with you - feel its presence more and more and be careful never to betray it. Feel, wish, act, that you may be new beings for the realisation of a new world, and for this my blessings shall always be with you.

Some give their soul to the Divine, some their life, some offer their work, some their money. A few consecrate all of themselves and all they have — soul, life, work, wealth; these are the true children of God. TM


Flower Name:Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Life Energy
Powerful and manifold, meets all needs.

No comments:

Post a Comment