Friday, 18 January 2019

આવશે બાથમાં ભરવા ...


સમજી લે! પ્રભુ નથી તારો કે મારો,
કે કોઈક એક એકલાનો ઈજારો
એ ભાંગાવશે મર્યાદાઓ બાંધો 
ને મોકળાશે માર્ગ મનમંદિરનો...

જાણી લે! પ્રભુનો નથી કોઈ ક્યારો,
કે કોઈની બાજીનો કહ્યાગરો પ્યાદો
જા! રૂડું રમી, આમ તેમ ફેરવી જો!
તપાસી લે, એ અસીમની સીમાઓ.

ચકાસી લે! પ્રભુ નથી કોઈ વાયદો,
કે કોઈના ઈશારાથી ઘૂમતો ઘૂમાવતો,
મૂક એ મરકટી તોફાની છલાંગો, 
છોડી જો અર્પણમાં વણઉકલી ગાંઠો.

અનુભવ જે પછી! નથી એમ કંઈ કાચો
કે નથી પ્રભુ પામવો એટલો અઘરો
અંતર અંદરથી નીકળે નિષ્ઠ પોકારો,
આવશે બાથમાં ભરવા, અભીપ્સા બક્ષતો...

પ્રભુ પણ તો નિષ્ઠસત્યવાનનો  હેવાયો...

વંદન...

જાન્યુઆરી, ૨૦૧૯



An absolute faith and trust in the Grace is, in the last analysis, the Supreme Wisdom. TM

The more complete your faith, sincerity and surrender, the more will grace and protection be with you. And when the grace and protection of the Divine Mother are with you, what is there that can touch you or whom need you fear? A little of it even will carry you through all difficulties, obstacles and dangers; surrounded by its full presence you can go securely on your way because it is hers, careless of all menace, unaffected by any hostility however powerful, whether from this world or from worlds invisible. Its touch can turn difficulties into opportunities, failure into success and weakness into unfaltering strength. For the grace of the Divine Mother is the sanction of the Supreme and now or tomorrow its effect is sure, a thing decreed, inevitable and irresistible. SA





Flower Name: Operculina turpethum
Wooden rose
Significance: Call of the Divine Grace
Not loud but persistent and very perceptible to those who know how to listen.

No comments:

Post a Comment