એ દ્રવ્ય સરીખું વહેતું
ઉર્ધ્વેથી શ્વેત ઉષ્ણ મીઠું
રગરગે ઉર્જા ઝણઝણતું
અવતરણ બ્રહ્મરંદ્ર સોંસરવું...
ચૈતન્ય મનમસ્તિષ્ક ભરતું
હળવે હળવે ટીપું ટીપું
શોષાતું પચતું જ્ઞાન રુપ શુ
વચને દ્રશ્યે સત્ય ઝળકતું...
ચૈત્યસ્થાને અનુકંપા ભર્યું
પોષણ બનતું જે હતું અધુરું
વિશાળ હવે જગ સમાવતું
સંધાને સમ્રાટત્વ આરંભાતું...
નાભિકેન્દ્રે કુદરત જોગુ
સહકાર પ્રસાર ને આવેગશૂન્ય
શુભભાવમાં વૈશ્વિક સમૂળગું
રોપી મૂકતું એ વહેણ આગવું...
નમો નમો એ કૃપા વહેણુ!
બિંદુથી ધોધ! રહ્યું લઈ જવું
ગ્રહણશીલ યોગ્યતા જ તરણું
વહેતું રહેવું એ થકી દિવ્યતેજવંતુ...
સાદર પ્રણામ પ્રભુ...
જાન્યુઆરી, ૨૦૧૯
Receptivity - the power to receive the Divine Force and to feel its presence and the presence of the Mother in it and allow it to work, guiding one's sight and will and action. SA
The help is always there. It is you who must keep your receptivity living. The Divine Help is much vaster than what any human being is able to receive. TM
The help is always there. It is you who must keep your receptivity living. The Divine Help is much vaster than what any human being is able to receive. TM
Flower Name: Commelina
Widow's tears, Dayflower
Significance: First Conscious Reception of the Light in NatureWidow's tears, Dayflower
The origin or starting-point of the will to progress. Nature has an instinctive thirst for Light.
Receptivity
Conscious of the Divine Will and surrendered to it.
No comments:
Post a Comment