Tuesday, 22 January 2019

ભીડ વચ્ચે અંતરમાં ...


ભીડ વચ્ચે અંતરમાં એકાંતની દિવાલ સજાવ...

કોલાહલની વચ્ચે ભીતરે જાગૃત મૌન બિછાવ...

અવરજવરની વચ્ચે અંદર ધર સ્થિર અટકાવ...

બાહ્યચકાચૌંધ વચ્ચે આંતરિક શાતા સ્વીકાર...

વ્યાવહારિક આપલે વચ્ચે અંત:સમ પ્રધાન...

તર્કવિતર્કી લેવડદેવડ વચ્ચે એકાગ્રતાને તાક...

વિરોધ વિસંવાદ વચ્ચે આંતર એકત્વ પ્રસાર...

નિગ્રહ, ત્યાગની વચ્ચે અંદરુની પ્રવાહ જગાવ...
 
પ્રભુત્વની હોડ વચ્ચે આત્મનની પ્રભુતા જાણ...

દુન્યવી કર્મોકાર્યો વચ્ચે આત્મનો કર પ્રવાસ...

માનવરુપી ભૂમિકા વચ્ચે દિવ્યનું બન સંધાન...

ભવાટવીનાં ફેરા વચ્ચે આત્મા થકી જીવી બતાવ...

કાળ ક્રમોની વચ્ચે જડ, નિરંતર અટલ આવિર્ભાવ...

રુપો સ્વરુપો વચ્ચે સર્વોચ્ચ પૂર્ણરુપાંતરણને અગ્રસ્થાન... 

પ્રભુ...સતત સાથીદાર...


અંદરથી અંદર રહેવાની વાત છે.
પૂરેપૂરાં બાહ્યજીવનમાં સક્રિય, પ્રગતિશીલ, સફળ રહીને પણ અંદરથી અંતરનાં થવાનું છે.

રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી હોતી. એનાંથી પ્રભાવી કે એ હાવી થાય એટલી મોકળાશ આપવી પણ વ્યર્થ હોય છે.

દર દુન્યવીકાર્ય એક સીમામાં રહી અને સીમા બાંધી થઈ શકતા હોય છે અને એ પણ સંપૂર્ણ ન્યાય સાથે.

એક આંતરિક જરૂરિયાત સતત રાખવાની રહે છે જે અંદર ખેંચાયેલા રાખે.

ઘણા બાહ્ય પ્રશ્નો પછી એમ જ હલ થઈ જતાં હોય છે,
ને આંતરિક વાતાવરણ વધુ મજબૂત, ટકાઉ અને ઉમદા...

જે પછી વ્યવહારમાં, વલણમાં આપોઆપ છલકતું, ઝળકતું રહે છે.

ને એમ જન્મ, ભાવો અને અસ્તિત્વરૂપોમાં પણ અડગ...

આભાર...

જાન્યુઆરી, ૨૦૧૯


First learn to know yourself perfectly and then to control yourself perfectly. You will be able to do it by aspiring at every moment. It is never too early to begin, never too late to continue.

You may be sure that becoming conscious of the Divine Presence in oneself considerably changes one's whole way of being and gives an exceptional control over all activities, mental, vital and physical. And this control is infinitely more powerful and luminous than anything one can obtain through external means. TM




Flower Name: Billbergia pyramidalis
Significance: Control
Control over the lower impulses is the first step towards realisation.

No comments:

Post a Comment