"ઓ દેવી પૃથ્વી! લે સાંભળી,
સૂર્યદેવે દીધી આજ જુબાની,
રાખવાની રહેશે ખુલ્લી 'બારી',
દીર્ધસમય સુધી હશે પ્રકાશિત
ચંદ્રદેવની વધઘટથીયે પારિત."
"હું આકાશ! કરું આકાશવાણી,
આજથી પ્રવર્તશે જ્યોતિ અદકેરી,
ગ્રહો થશે પરસ્પર ને અબાધિત,
જે તે ગતિને અનુક્રમે અનુલક્ષી,
ઓ દેવી, તવ સૃષ્ટિ થશે તેજસ્વી.
પંચતત્વો ને બ્રહ્માંડ જીવકોષી
થશે પ્રજ્ઞાધર, ભીતરે પ્રજ્વલિત
દર દેવગ્રહ તણી પ્રકાશીય વૃત્તિ
ગ્રસી, બક્ષસે તવ ગ્રાહ્યસપાટી
સમૃદ્ધ અંતરીક્ષની તું થશે પ્રતિકૃતિ."
પરમપ્રભુને પરમતત્વો વતી વંદન...
માનવ ને જીવજાત, એ છે પૃથ્વીની ગ્રાહ્ય સપાટી અને એઓ જ પ્રકાશ પ્રતિ છે આકર્ષિત...
કારણ ગતિ એમની વિધિમાં અને પ્રગતિ એમનાં સ્વ ભાવમાં વણાયેલી છે.
આકાશતત્વ એ પરમજગતનો હિસ્સો છે જે જાણે છે કે સપાટીને ફળદ્રુપ થવા માટે પૃથ્વીથી વિશેષ પરિબળોની જરૂર છે. સૂર્યતત્વને ગ્રાહ્ય બનાવવા માટે અન્ય ગ્રહતત્વોનો સંગાથ અથવા અવિરોધક સાથ મેળવવાનો રહે છે.
એ મહત્વનું કાર્ય પણ તો સૂર્યદેવ જ ઊતારી શકે, સહયોગ પણ તો એ જ મેળવી આપે અને હકીકતે પૃથ્વીની દૈવી અસરોમાં અન્ય ગ્રહતત્વોનાં પ્રભાવો ભળી શકે...અને તે થકી જીવજગત...અણુજગત અને એમ સમગ્ર બ્રહ્માંડ...
પોતપોતાની અલગ અલગ વિશેષતાઓથી વધીને અરસપરસને અનુરૂપ અને અરસપરસને નમનીય ...
આજ વિશેષ આગમન, સૂર્યદેવ!
શુભ મકરસંક્રાંતિ...
જાન્યુઆરી, ૨૦૧૯
પૂર્વેપ્રકાશિત સંક્રાન્ત કિરણો, જાન્યુઆરી ૧૪…
આ સંક્રાન્તે ફરી એકવાર,
સૂર્યદેવ ધરે ઉત્તરીય ગતિ
ધરા ઉત્સવે મકરસંક્રાંતિ
મહિમા ઉજવે સમગ્ર સૃષ્ટિ
પ્રેરણાત્મક એ ઊત્થાન ઉર્ધ્વી...
લીલી લલણી ખીલે તાજગી
અંકુરિત બીજધન ને ભાવિ
મબલખ આયામો રચે યુતિ
જણ, જગ યાચે જ્ઞાન, બુદ્ધિ...
વેદ વંચાવે મંગળ તિથી
ઉત્તર અયન રચે શુભ ઘડી
ઉત્તરાયણ સ્થૂળસૂક્ષ્મ સંદર્ભી
નમન યુગલપ્રીત રવિ-ભૂમિ ...
વાહ કુદરત!
ધરા ઉત્સવે મકરસંક્રાંતિ
મહિમા ઉજવે સમગ્ર સૃષ્ટિ
પ્રેરણાત્મક એ ઊત્થાન ઉર્ધ્વી...
લીલી લલણી ખીલે તાજગી
અંકુરિત બીજધન ને ભાવિ
મબલખ આયામો રચે યુતિ
જણ, જગ યાચે જ્ઞાન, બુદ્ધિ...
વેદ વંચાવે મંગળ તિથી
ઉત્તર અયન રચે શુભ ઘડી
ઉત્તરાયણ સ્થૂળસૂક્ષ્મ સંદર્ભી
નમન યુગલપ્રીત રવિ-ભૂમિ ...
વાહ કુદરત!
જય હો પ્રભુ...
સાદર...
*જાન્યુઆરી, ૨૦૧૮
સંક્રાન્તે સહુથી ઊજળી, અનન્ય જ્યોતિર્ધરી
કણ ક્ષણને શોભાવતી, સૂર્યની ગતિ ન્યારી...
દેવની પ્રકૃતિ દૈવી , આગમને પૂજાતી
યૌગિક એની બિરાદરી, બ્રહ્મ સંગત બિરદાવતી...
નિત્ય દિન નવી પુંજી, ધરા અધરે ઝૂકતી
કિરણ, તરણ, રજ ચૂમતી, તેજપુંજ ઊતારતી...
શશી સંગ આંખ મિચોલી , દિનરાતે ખેલાખેલી
મનસ્વી ને કરુણામયી , 'મોરલી' સમરસ સર્વે રેલાતી ...
મકરસંક્રાન્તિ...
ઊત્તરાયણ...
લોહરી...
પોંગલ...
બિહુ...
દેશનાં સર્વે પ્રાંન્તોમાં ઊજવાતો ઊત્સવ...
ખાસ સૂર્યદેવનો દિવસ...
સૂર્યગતિથી ભૂદેવની ગતિવિધી પર પ્રભાવ પાડતો દિવસ...
એ અસર વર્ષાંન્ત સુધી રહેવાની...
લોકજીવન...લોકમાનસ...દિનરાત ચકકર...બધું જ એનાં ઊદય- અસ્ત સાથે જોડાયેલું....
એ તો સૂર્યગતિની વાત...
જણમાનસે તો આંતર સૂર્યને ચમકાવતો...
ચમકતો રાખવાનો….
એ પ્રકાશને, આ ભવમાં એવો ઝળાહળા કરવો કે ભવો સુધી ભવેભવ વૃદ્ધિ પામે...
પ્રભુનાં દરબાર સુધી પહોંચે ને એ હાજરી નોંધાય, કૃપામય બને અને ભેટરૂપ યુગોનું અનુસંધાન...
પ્રણામ સૂર્યદેવ...પ્રણામ પ્રભુ...
*જાન્યુઆરી, ૨૦૧૭
ઊત્તરાયણે…
આજ સૂર્યદેવથી પ્રેરણા લઈએ.
દિન લાંબો ને રાત ટૂંકી કરીએ.
આજ સૂર્યદેવથી...
દર આથમણે, ઊગમણું શોધીએ.
નિશદિન વિકસીત શૈલી જીવીએ.
આજ સૂર્યદેવથી...
ઊગમસ્થાને નજર માંડી રહીએ.
ગગન છબીને, દ્રષ્ટિમાં રાખીએ.
આજ સૂર્યદેવથી...
પહોર પરોઢથી, તિમીર ભગાડીએ.
રંગ, લાલ કેસરીથી તાજાં થઈએ.
આજ સૂર્યદેવથી...
પ્રકાશ કિરણથી ધરા ઊજાળીએ.
ચોમેર, સ્વ-તેજથી ઊર્જા ભરીએ.
આજ સૂર્યદેવથી...
પળો મુક્તિ-ભુક્તિમાં તપાવીએ.
અસ્ત-ઊદયને સહજ બનાવીએ.
આજ સૂર્યદેવથી...
અંતરે, સતત સંક્રાત મનાવીએ.
'મોરલી' ભીતરતેજને સવાર દઈએ.
આજ સૂર્યદેવથી...
*જાન્યુઆરી, ૨૦૧૬
હે સૂર્યદેવ, વરદો ધરાને નવસ્તર પ્રકાશનું
ઊત્તરાયણે ઝગમગે જેમ રંગબીરંગી આભલું!
ઊત્તરાયણે ઝગમગે જેમ રંગબીરંગી આભલું!
શ્યામ મઢી પૂનમનું શીતળ અજવાળું
આકાશ પ્રકાશનું, ભણી ધરતી, ઝુકાવવું…
ભૂમિ ભીંજવવા, મેઘ ભરેલ વાદળું,
ટમટમતું લાવવું પૃથ્વી પર તારલું…
મંદ, મસ્ત વહેતું ત્યાંથી પવન લહેરડું,
ટપકતાં મેઘબિંદ સજ્યું ભીનું ભીનું…
નિરવ નિશામાં જેથી, ખીલતું ફૂલડું,
સુગંધિત સૃષ્ટિમાં, સૌંદર્ય અણુ અણુ…
ઊગે અંકુર સમ નમ્ર અસ્તિત્વ, મનડું,
પ્રભુ જ્ઞાન-પ્રેમ, સંગે હ્રદય હરખતું…
ઝૂકતા આ આભ કાજે ઝૂકે ‘મોરલી’ હૈયું
પ્રભુ ચીતરેલ જગ લાગે કેવું રૂપકડું!
… હે સૂર્યદેવ, વરદો …
*જાન્યુઆરી ૧૪, ૨૦૧૫
આજે એક નિતનવો દિવસ ઉગ્યો,
મકરસંક્રાન્તિનો પ્રકાશ લઈ સૂરજ પૃથ્વી તરફ ઝૂક્યો....
જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાન બધાયમાં સૂર્ય સ્થાન,
પ્રભુના આ પ્રદેશમાં વિશિષ્ટ રહ્યું છે તમ યોગદાન...
તમ ઉદયથી કંઇક જીવમાં દિવસની આશ જાગે,
તમ અસ્તથી કંઇક મનમાં સવારની રાહ સૂઝે....
તમ તડકો-છાંયડો કંઇકને બને પ્રેરણાનો સ્ત્રોત,
રાત વિતશે ને ફાટશે પહોર - ને એ પર કંઇક ટકે મનોમન...
ઉજવાશે ઉત્સવ આજ વિશ્વભરમાં;
પ્રાથું સૂર્યદેવ તમને આ પલકભરમાં, કે
હર વાણીમાં તેજની ધાર વસે,
હર દ્રષ્ટિમાં ઊજળીયાતું આકાશ દિસે,
હર મતીમાં સપ્તરંગી આભ ઉગે,
હર અંતરમાં ઓજસના દ્વાર ખુલે,
હર જીવનને સૂર્યપ્રકાશિત માર્ગ મળે,
પ્રાર્થે સૂર્યદેવ તમને આ પલકભરમાં ને
પ્રણામ કરે મોરલી! તમને આ અસ્તિત્વના..
મકરસંક્રાન્તિનો પ્રકાશ લઈ સૂરજ પૃથ્વી તરફ ઝૂક્યો....
જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાન બધાયમાં સૂર્ય સ્થાન,
પ્રભુના આ પ્રદેશમાં વિશિષ્ટ રહ્યું છે તમ યોગદાન...
તમ ઉદયથી કંઇક જીવમાં દિવસની આશ જાગે,
તમ અસ્તથી કંઇક મનમાં સવારની રાહ સૂઝે....
તમ તડકો-છાંયડો કંઇકને બને પ્રેરણાનો સ્ત્રોત,
રાત વિતશે ને ફાટશે પહોર - ને એ પર કંઇક ટકે મનોમન...
ઉજવાશે ઉત્સવ આજ વિશ્વભરમાં;
પ્રાથું સૂર્યદેવ તમને આ પલકભરમાં, કે
હર વાણીમાં તેજની ધાર વસે,
હર દ્રષ્ટિમાં ઊજળીયાતું આકાશ દિસે,
હર મતીમાં સપ્તરંગી આભ ઉગે,
હર અંતરમાં ઓજસના દ્વાર ખુલે,
હર જીવનને સૂર્યપ્રકાશિત માર્ગ મળે,
પ્રાર્થે સૂર્યદેવ તમને આ પલકભરમાં ને
પ્રણામ કરે મોરલી! તમને આ અસ્તિત્વના..
*જાન્યુઆરી ૧૪, ૨૦૧૪
A new consciousness must manifest on earth and in man. Only the appearance of a new force and light and power accompanying the descent of the supramental consciousness into this world can raise man out of the anguish and pain and misery in which he is submerged. For only the supramental consciousness bringing down upon earth a higher poise and a purer and truer light can achieve the great miracle of transformation. . . . The integral Yoga aims at scaling all the degrees of consciousness from the ordinary mental consciousness to a supramental and divine consciousness and, when the ascent is completed, to return to the material world and infuse it with the supramental force and consciousness that have been won, so that this earth may be gradually transformed into a supramental and divine world. TM
Flower Name: Anthocephalus cadamba
Kadam tree
Significance: Supramental SunKadam tree
We aspire that its rays may illumine and transform us.
No comments:
Post a Comment