ન નમજે તું! ન શમજે તું!
દેશ કેરી નેમ ન મૂકજે તું.
હે યુવા! ગર્વ અત્ર ને ભાવિ તું.
હે યુવા! ગર્વ અત્ર ને ભાવિ તું.
ભારતીય અંશ ગજવજે તું.
અધિકારનો બુલંદ અવાજ તું
અધિકારનો બુલંદ અવાજ તું
અમસ્તો ગણી ન અવગણજે તું.
અણનમ રક્તધારી અનહદ તું
સંસાધની સરહદો લાંઘજે તું.
અપ્રતિમ ભવાનીવંશ તું
હકથી માભોમ કરજને વરજે તું.
પ્રજાસત્તાકે હસ્તક ધરજે તું,
નાગરિકત્વને હકીકતમાં જીવજે તું.
હિન્દુસ્તાનને શુભેચ્છા ...
શુભ હો સત્તરે આઝાદી...
અણનમ રક્તધારી અનહદ તું
સંસાધની સરહદો લાંઘજે તું.
અપ્રતિમ ભવાનીવંશ તું
હકથી માભોમ કરજને વરજે તું.
પ્રજાસત્તાકે હસ્તક ધરજે તું,
નાગરિકત્વને હકીકતમાં જીવજે તું.
હિન્દુસ્તાનને શુભેચ્છા ...
શુભ હો સત્તરે આઝાદી...
સાદર...
જાન્યુઆરી, ૨૦૧૯
જાન્યુઆરી, ૨૦૧૯
પૂર્વે પ્રકાશિત ગત વર્ષોનાં પ્રજાસત્તાકી એલાન...
હે મા ભારતભવાની!
દેશ દેહે તવ ચેતના સમાણી...
દર દેશવાસી તવ શીશુ ઉદ્દઘાટી!
મહાન ભૂખંડ ને દિવ્યતા સ્થાપી...
ઉઘડે દર પાંખ, પાંખડી મનુષ્યી
અવતરે ઉદ્ભવે ઉદ્દેશ ત્રિરંગી...
દર યોગદાન હો ઉત્કૃષ્ટ દેશદાઝી
દેવસૃષ્ટિ ઉત્ક્રાંતે દિવ્યો નિવાસી...
હે દેવી - ભારતી! નમે દર સ્વાતંત્ર્યી,
આજ અર્પે આ નેમ પ્રજાસત્તાકી...
જય જય ભારતભૂમિ...
નમન દેશભક્તિ!
પ્રણામ પ્રભુ...સાદર...
દેશ દેહે તવ ચેતના સમાણી...
દર દેશવાસી તવ શીશુ ઉદ્દઘાટી!
મહાન ભૂખંડ ને દિવ્યતા સ્થાપી...
ઉઘડે દર પાંખ, પાંખડી મનુષ્યી
અવતરે ઉદ્ભવે ઉદ્દેશ ત્રિરંગી...
દર યોગદાન હો ઉત્કૃષ્ટ દેશદાઝી
દેવસૃષ્ટિ ઉત્ક્રાંતે દિવ્યો નિવાસી...
હે દેવી - ભારતી! નમે દર સ્વાતંત્ર્યી,
આજ અર્પે આ નેમ પ્રજાસત્તાકી...
જય જય ભારતભૂમિ...
નમન દેશભક્તિ!
પ્રણામ પ્રભુ...સાદર...
*જાન્યુઆરી, ૨૦૧૮
દિવ્ય સ્વાતંત્ર્યનો સૂર્ય ઊગવો
પ્રજાસત્તાકે આત્મ-દેશ ખૂલવો...
દેશદાઝનો ઢંકાયેલ દરિયો
ઠંઠોળાઈને આજ, વહેવો જોજનો...
જણગણમાં જે ઊંડે ધરબાયો
ઊર દરમાં આજ, પોકારતો થવો...
યુવા- શિશુ જે કંઈ, સુષ્ક સુપ્ત તાકતો
શક્તિધોધ આજ ભીંજતો વરસવો...
મન કેરાં - ખેત, મેદાન, ડુંગરા વીંધતો
દેશભક્તિભાવનો, આજ રોપાજો રોપો..
પ્રજાસત્તાકે આત્મ-દેશ ખૂલવો...
દેશદાઝનો ઢંકાયેલ દરિયો
ઠંઠોળાઈને આજ, વહેવો જોજનો...
જણગણમાં જે ઊંડે ધરબાયો
ઊર દરમાં આજ, પોકારતો થવો...
યુવા- શિશુ જે કંઈ, સુષ્ક સુપ્ત તાકતો
શક્તિધોધ આજ ભીંજતો વરસવો...
મન કેરાં - ખેત, મેદાન, ડુંગરા વીંધતો
દેશભક્તિભાવનો, આજ રોપાજો રોપો..
તિરંગાનાં કેસરી-શ્વેત-લીલા રંગો
દેશહૈયે આજ, બળ-શાંતિ-વૃદ્ધિ ભરજો...
વેદગાન ને ઊપનિષદ મંત્રો
લોકવાણીવર્તનમાં, આજ વણાતાં હોજો...
વિકાસ ને સોહાર્દમય જીવનો
ટેકે, એકમેકને આજ, સંગે સહચરજો...
દેશદિન ને દિવ્ય અવસર 'મોરલી', તો
દિવ્ય વાયરો આજ, રહયો સ્પર્શવો..
દેશહૈયે આજ, બળ-શાંતિ-વૃદ્ધિ ભરજો...
વેદગાન ને ઊપનિષદ મંત્રો
લોકવાણીવર્તનમાં, આજ વણાતાં હોજો...
વિકાસ ને સોહાર્દમય જીવનો
ટેકે, એકમેકને આજ, સંગે સહચરજો...
દેશદિન ને દિવ્ય અવસર 'મોરલી', તો
દિવ્ય વાયરો આજ, રહયો સ્પર્શવો..
*જાન્યુઆરી, ૨૦૧૭
માભોમ તણી આ ધરતીને,
નમું એ ભારત ભૂમિને!
અજેય અમર વીરભૂમિ જે,
નમું એ ભારત ભૂમિને!
સલામ, શહીદ, દર ભડવીરને,
નમું એ ભારત ભૂમિને!
જનમત, જનગણ, જનતંત્ર જે,
નમું એ ભારત ભૂમિને!
વિકસીત દર ક્ષેત્રે, વિષયે,
નમું એ ભારત ભૂમિને!
નર-નારી-યુવા-બાળ અગ્રે,
નમું એ ભારત ભૂમિને!
ચિંધે, દોરે, પ્રેરે આધ્યાત્મ પંથે,
નમું એ ભારત ભૂમિને!
લોકશક્તિ શ્વસે સ્વતંત્ર રગરગેે,
નમું એ ભારત ભૂમિને!
આજ સમસ્તદેશ સ્વાતંત્ર્ય ઊજવે,
નમે 'મોરલી' ભારત ભૂમિને!
નમું એ ભારત ભૂમિને!
અજેય અમર વીરભૂમિ જે,
નમું એ ભારત ભૂમિને!
સલામ, શહીદ, દર ભડવીરને,
નમું એ ભારત ભૂમિને!
જનમત, જનગણ, જનતંત્ર જે,
નમું એ ભારત ભૂમિને!
વિકસીત દર ક્ષેત્રે, વિષયે,
નમું એ ભારત ભૂમિને!
નર-નારી-યુવા-બાળ અગ્રે,
નમું એ ભારત ભૂમિને!
ચિંધે, દોરે, પ્રેરે આધ્યાત્મ પંથે,
નમું એ ભારત ભૂમિને!
લોકશક્તિ શ્વસે સ્વતંત્ર રગરગેે,
નમું એ ભારત ભૂમિને!
આજ સમસ્તદેશ સ્વાતંત્ર્ય ઊજવે,
નમે 'મોરલી' ભારત ભૂમિને!
*જાન્યુઆરી, ૨૦૧૬
પ્રજાસત્તાક દિને મમ ભાવ મા-ભોમ તણો
રાષ્ટ્રમાન, જન્મભૂમિ પ્રભાવનો વિકસે નશો
બાળકો, યુવાનો કરે કંઈક જુદો જ નશો
સ્વ ભાગ-વૃત્તિ કરતાં સ્વ-ખોજનો વહોરે નશો
સત્ય-સૌંદર્યની શોધમાં ખીલવાનો નશો
સ્વપ્ન-સર્જન ભૂખમાં તત્પર-નિષ્ઠાનો નશો
પરિપેક્ષ-સંદર્ભ સમજ-જ્ઞાન જીતવાનો નશો
ઊંડેથી ક્ષમતા ખેંચતાં રહેવાંનો નશો
વિશ્વાસ, સન્માન સામ્રાજ્ય, રાજનો નશો
સૃષ્ટિ, પર્યાવરણ સંભાળનો નશો
ચરિત્ર, વિવેકબુદ્ધિ ટકાવવાનો નશો
નાત-જાત-લિંગ સમકક્ષ મૂકવાનો નશો
ભણતર-ગણતરમાં ખોવાવાનો નશો
નાવીન્યથી માનવસ્તરને ઊજાળવાનો નશો
અમાપ બુદ્ધિ સામર્થ્યને વિસ્તારવાનો નશો
સાથે સહ્રદય પ્રેમ પ્રસારવાનો નશો
આપી શું શકીએ, આવતી પઢીને, આથી વધું નશો
જીવ્યું તો જાણ્યું, સમજાયું! જીવે હવે ‘મોરલી’ એજ નશો
રાષ્ટ્રમાન, જન્મભૂમિ પ્રભાવનો વિકસે નશો
બાળકો, યુવાનો કરે કંઈક જુદો જ નશો
સ્વ ભાગ-વૃત્તિ કરતાં સ્વ-ખોજનો વહોરે નશો
સત્ય-સૌંદર્યની શોધમાં ખીલવાનો નશો
સ્વપ્ન-સર્જન ભૂખમાં તત્પર-નિષ્ઠાનો નશો
પરિપેક્ષ-સંદર્ભ સમજ-જ્ઞાન જીતવાનો નશો
ઊંડેથી ક્ષમતા ખેંચતાં રહેવાંનો નશો
વિશ્વાસ, સન્માન સામ્રાજ્ય, રાજનો નશો
સૃષ્ટિ, પર્યાવરણ સંભાળનો નશો
ચરિત્ર, વિવેકબુદ્ધિ ટકાવવાનો નશો
નાત-જાત-લિંગ સમકક્ષ મૂકવાનો નશો
ભણતર-ગણતરમાં ખોવાવાનો નશો
નાવીન્યથી માનવસ્તરને ઊજાળવાનો નશો
અમાપ બુદ્ધિ સામર્થ્યને વિસ્તારવાનો નશો
સાથે સહ્રદય પ્રેમ પ્રસારવાનો નશો
આપી શું શકીએ, આવતી પઢીને, આથી વધું નશો
જીવ્યું તો જાણ્યું, સમજાયું! જીવે હવે ‘મોરલી’ એજ નશો
*જાન્યુઆરી ૨૫, ૨૦૧૫
પ્રભુ, તમે આ પંચતત્વોનો અનંત ભંડાર દઈ માનવજન્ય પર ઉપકાર કીધો,
અમૂલખ કંઈક આવા ગૂઢ જ્ઞાન-ભાવને ગીતા-વેદમાં સંઘરી નવ પેઢીને માર્ગ દીધો...
જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી મહી સમસ્ત સંસારને સ્થૂળજીવનમાં આધાર દીધો,
કેમનો માણસ છીપે, શ્વસે, ટકે, દિસે ને સ્થાયી થાત જો આ અમાપ કુદરત ન હોત હાથ?
નમન છે! આ પૃથ્વી કેરા ભારતવર્ષની આધ્યાત્મસરણી ને
અને ૠષિ-યોગીઓને કે જેણે આ જ્ઞાન-ભાવાર્થને પરિમાણીત કીધો…
નમન છે! હિંદના બાપુ, સુભાષ, ભગતસિંગ કે એવા અનેકોને કે જેનો ભિન્ન ને વિપરીત માર્ગ,
છતાંયે દેશહિત માટે લડત થકી આધ્યાત્મયોગ જ કીધો!…
નમન છે! શ્રી અરવિંદને, ભવિષ્યકથન-સત્યદર્શન આપી દેશને સહુ સંગે સ્વતંત્ર કરી દીધો...
આ દેશકાજે જનભાવિ માટે લક્ષ જીવી, એ સહુએ પોતાના જીવનથી વિશ્વનો ઈતિહાસ ભરી દીધો…
નમન છે! એ વિસ્તરતી ચેતનાને! જીવનયોગને! કર્મયોગીઓને!
કે તમે આચરેલું, જનગણમાં ઊગી નીકળજો!
કે તમે સેવેલું, હર બાળ-યુવાન જીવી ઊઠજો!
કે આજે આ દાયકાઓ જૂના દેશ-સ્વાતંત્ર્યને, એ સ્વપ્નોનું મૌલિક સ્વરાજ બક્ષી દેજો!
પ્રાર્થે ‘મોરલી’ નતમસ્તક પ્રભુ!, આજ દિને માતૃભૂમિમાં નવતર યુગના મંડાણ ગાડી દેજો!
અમૂલખ કંઈક આવા ગૂઢ જ્ઞાન-ભાવને ગીતા-વેદમાં સંઘરી નવ પેઢીને માર્ગ દીધો...
જળ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી મહી સમસ્ત સંસારને સ્થૂળજીવનમાં આધાર દીધો,
કેમનો માણસ છીપે, શ્વસે, ટકે, દિસે ને સ્થાયી થાત જો આ અમાપ કુદરત ન હોત હાથ?
નમન છે! આ પૃથ્વી કેરા ભારતવર્ષની આધ્યાત્મસરણી ને
અને ૠષિ-યોગીઓને કે જેણે આ જ્ઞાન-ભાવાર્થને પરિમાણીત કીધો…
નમન છે! હિંદના બાપુ, સુભાષ, ભગતસિંગ કે એવા અનેકોને કે જેનો ભિન્ન ને વિપરીત માર્ગ,
છતાંયે દેશહિત માટે લડત થકી આધ્યાત્મયોગ જ કીધો!…
નમન છે! શ્રી અરવિંદને, ભવિષ્યકથન-સત્યદર્શન આપી દેશને સહુ સંગે સ્વતંત્ર કરી દીધો...
આ દેશકાજે જનભાવિ માટે લક્ષ જીવી, એ સહુએ પોતાના જીવનથી વિશ્વનો ઈતિહાસ ભરી દીધો…
નમન છે! એ વિસ્તરતી ચેતનાને! જીવનયોગને! કર્મયોગીઓને!
કે તમે આચરેલું, જનગણમાં ઊગી નીકળજો!
કે તમે સેવેલું, હર બાળ-યુવાન જીવી ઊઠજો!
કે આજે આ દાયકાઓ જૂના દેશ-સ્વાતંત્ર્યને, એ સ્વપ્નોનું મૌલિક સ્વરાજ બક્ષી દેજો!
પ્રાર્થે ‘મોરલી’ નતમસ્તક પ્રભુ!, આજ દિને માતૃભૂમિમાં નવતર યુગના મંડાણ ગાડી દેજો!
No comments:
Post a Comment