Sunday, 20 January 2019

તત્વપરખ પ્રતાપ તો ...


તત્વજ્ઞાનને મગજમાં ભરી ક્યાં જીવવાનો?
ઉતાર જીવનમાં, ને યોગનો અર્થ જાણવાનો.

જ્ઞાન ખોલે દિશા પણ અમલ ક્યાં આવવાનો
ડગે પળે અનુસરો ને યોગનો મોલ મળવાનો

વ્યાસપીઠ જમાવી જીવનસાર ક્યાં પામવાનો
શબ્દોને ગળી પચાવો ને યોગનો હાર્દ શ્વસવાનો.

જ્ઞાનની સમજ અને વહેંચણીને ઓછી ન ગણાવો
પણ અનુભૂતિનો ટકોરો સત્ય રણકાર છોડવાનો.

તત્વજ્ઞાન થકી વ્યાખ્યા વ્યવસ્થા સુધી પહોંચાવાનો
તત્વપરખ પ્રતાપ તો જીવીને જ જીવકોષને મળવાનો.

શરુ કરી શકાય સમજ જ્ઞાન વિષય ગણી શોખનો 
પણ ધ્યેય રહેવો તત્વને દેહ થકી જીવતો કરવાનો.

જાણવો જરૂરી એ બંનેની કક્ષા અવસ્થા સ્થિતિ અંતરનો
એક ફક્ત મન-મતિ સુધી, બીજો જીવાત્માનો ઉદ્ધારો...

એક પ્રાચીનથી અર્વાચીન અનંત સિદ્ધાંતોનો ખજાનો
બીજો વિચાર વાણી વર્તનમાં અજમાવાતો  સત્યનો સહારો

એક તત્વત્વ અને તત્વવત્ સત તથ્યોનો ભંડારો 
બીજો અમલીકરણ! જ્ઞાનની પરે, ખંતધૈર્ય  પારંગત અભ્યાસો.

પ્રભુ...પછી, તવ ચીંધ્યો જન્મારો...

જાન્યુઆરી, ૨૦૧૯


Flower Name: Arctotis venusta
Blue-eyed African daisy
Significance: Cheerful Endeavour
The joy that one finds in the effort towards the Divine.

No comments:

Post a Comment