Saturday, 22 February 2020

મહાદેવ! ઉઘાડો...


હર હર હરિદેવ... આક્રંદે રુડું રુદિયું
ને છતાંય પરમર્પણે નિતાંત છલકતું લીલું 

શુદ્ધભાવ શુભાચારથી છલકાતું કુમળું
હંમેશ સર્વોપરી સર્વેસર્વા પ્રતિ અભીપ્સુ

મહાદેવ! ઉઘાડો વિશ્વનું અમૃતબિંદુ
દર હ્રદયે વસતું જીવ નિર્જીવ સમૂળગું 

પૃથ્વી પ્રકૃતિ હોય રમકડું કચકડું
જનનીવત પોષણ, પાષાણ પ્યાદું

શુદ્ધિ સમૃદ્ધિ સક્ષમ, અક્ષમ્યને ક્ષમ્ય ઋુજું
બક્ષો વરદાન ને ઉપાડો પટલ અધુરું અધખૂલું

પૂર્ણતાનો પૂર્ણ કરો પ્રવાસ ધરી મૃદુ...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Datura
Thorn apple
Significance: Integral Tapasya
The Whole being lives only to know and serve the Divine.



Friday, 21 February 2020

શ્રીમા! તું તો સર્વત્રમાં...


દ્રષ્ટિમાં તારી અમી ભરી
દર દ્રશ્યમાં તારી છબી મલકી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

શ્રુતિમાં તારી મધુકરી
દર શ્રવણમાં તારી સતસામગ્રી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

સ્પર્શમાં તારી અનુભૂતિ
દર સંવેદનમાં તારી ઋજુ સ્મૃતિ
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

નસ્યમાં તારી સુગંધગતિ
દર ગંધમાં તારી સોડમ ભળી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

જિહ્વામાં તારી સ્વાદસમૃદ્ધિ
દર ગલપમાં તારી પોષક યુતિ
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

અસ્તિત્વમાં તારી આવૃત્તિ
દર નયનમાં છલકાવે તારી પ્રતિકૃતિ 
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

અહો શ્રીમા! જગતજનની... 
સર્વત્રે તમો વિચરી રહી...

જય મા...

ફેબ્રુઆરી ૨૦૨૦



Flower Name: Nelumbo nucifera ‘Alba’
Sacred lotus, East Indian Lotus
Significance: Aditi – the Divine Consciousness
Pure, Immaculate, gloriously powerful

Wednesday, 19 February 2020

શ્રવણ તો માત્ર...


આમાં મનુષ્ય કર્ણ ક્યાં આવ્યો?
શ્રવણ તો માત્ર એક ઇન્દ્રિયનો લ્હાવો
સાવ સપાટી પર ઉપસતા આવર્તનો
સાચા સત્યનો પીરસાતો અસત્ય પડછાયો
હાથવગો હસ્તગત! હજી એટલો પાધરો
ફક્ત મમળાવવા મળ્યો મનગમતો કોળિયો!

શુદ્ધ સત્ય તો બ્રહ્મનો સરવાળો
મૂળ નાદ મહીંથી નેનાં આવર્તનો
વિસ્તરતાં સહજ જો ગ્રાહ્ય પાકો
દર સ્તરને અલાયદો આયામ પોતીકો
સંવાદિતા પશ્યાત મળતો ૐકાર સાચો
સુમેળમાં જીવતો ને સૃજનમાં ભળતો...

શુદ્ધિની સફર શુદ્ધતાને સમર્પિત...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Crataegus
Hawthorn, Thorn, Thorn apple
Significance: Spring Purity
The charm and freshness of youth

સન્માન કર...


જિંદગીસમ અવસરનું સન્માન કર

પૃથ્વી પર મળી પળોનું સન્માન કર

જીવંત શ્વાસોની અગત્યતાનું સન્માન કર

દૈહિક યજમાનનું સન્માન કર

જીવાયેલાં જીવનનું શીખ ગણી સન્માન કર

તે થકી સ્ત્રોત ને સંસાધનોનું સન્માન કર

રળેલાં અનુભવોની પગથીનું સન્માન કર

અહીં સુધી પહોંચાયાનું સન્માન કર

ખુંટતું તુટતું ચડતું ચડિયાતાનું સન્માન કર

વહેતા સમયની ગતિનું સન્માન કર

બદલાતાં વહેળાંનું સન્માન કર

થકી ઘટતી વિવિધતાનું સન્માન કર

ઘણું ઘણું આવતું-જતું, સન્માન કર

સ્થાયી અસ્થાયીત્વતાનું સન્માન કર

અખંડ સ્થિર શાશ્વતીનું સન્માન કર

કૃતજ્ઞતા, કૃતજ્ઞ ભૂમિકાનું સન્માન કર

ચોખ્ખા આભારથી સન્માનની શરૂઆત કર...

બસ! સન્માન કર...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦



Flower Name: Echinopsis oxygona
Barrel cactus, Easter-lily cactus, Pink Easter Lily cactus
Significance: Richness of Feelings
No false show - sincere and concentrated. 

Tuesday, 18 February 2020

વિગત તો બનતાં પગથિયા ...



વિગત તો બનતાં પગથિયા, ભાવિનાં ચડવા ચડાણ
પછી એમાં સત્વ કે સત્તા, શાને બનાવવા વર્તમાન?

એકવાર જીવાયુ એટલું જીત્યા, શાને જૂનો ભાર
ઢસડવો કારણ કે જાણીતો! ભલે, જરૂરી સંગાથ?

મતિ હંમેશ ગમાડે જૂનું, જાણીતું જેમાં ફાવટનો ભાગ
કર્યું, અનુભવ્યું - નું આધિપત્ય જાણે! આપમેળે અધિકાર!

અહીં ચેતવું ને જાણવું કે ચીપકતી ચીકાશ 
વળગણ બની વસે હ્રદયે ને અવરોધે નવીન વર્તાવ

બસ! આંતરયજ્ઞમાં હોમ દેવો, દર ગત ગતિ, બનાવ
સમુળા અળગાં ને સમય સમુચ્ચય સદંતર સમાપ્ત.

પ્રભો પ્રમુખ પ્રધાન...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Power of Action
The power resulting from true surrender to the Divine

Monday, 17 February 2020

બદલાવનો ... સ્વીકાર ...


બદલાવનો સહજતાથી સ્વીકાર
એટલો સમસ્તની પદ્ધતિનો સ્વીકાર

ક્યાંક ઉંડે બેઠેલો મૂંગો મૂંગો વિશ્વાસ
દ્રઢતાથી દોરે ને દ્રઢ કરાવતો રહે વિશ્વાસ

થાય ક્યાંક છૂટ, ચૂક ભણી સૂચક બાધ
ભલે ને! લગી રહેવું મળે જવાબ  નિર્બાધ

વાગોળતી ભૂતકાળની સરણી દેવું ધ્યાન
લાગી રહેવું એકાગ્રતામાં લક્ષભરી ધ્યાન

બદલાવ ગોઠવાય જેમ બદલવાને મળે સ્થાન
તેમ મળે જણને પણ, બદલાયેલ નવ સ્થાન

બસ! તું ચાલ! ચાલતો રાખ સહજ ચાલ...
ચાલ નોંતરશે જરૂરી બદલાવને જરૂરી ચાલ...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Clerodendrum speciossimum
Significance: Right Attitude

Simple and open, without complications

Sunday, 16 February 2020

નિરંતર વહે તવ શાશ્વતી ...


દર કણમાં તવ વાસ ને દર ઢગમાં તવ પ્રમાણ
દર તસુનાં તવ માપ ને દર જગ તવ પ્રતાપ

દર ક્ષણમાં તવ ઊંડાણ ને દર કાળ તવ પ્રસાર
દર બીજ તવ આધાર ને દર ઘટાટોપ તવ છાંય

દર કોષ તવ બ્રહ્માંડ ને દર જીવ તવ આકાશ
દર રેષો તવ ગ્રાહ્ય ને દર તંત્ર તવ પ્રાવાધાન

દર ટીપું તવ ભીનાશ ને દર દ્રવ્ય તવ પ્રવાસ
દર બિંદુ તવ સ્થાન ને દર સૃષ્ટિ તવ બદલાવ

દર સીમા તવ વ્યાપ ને દર સૂક્ષ્મ તવ અવકાશ
દર હ્રદય તવ સામ્રાજ્ય ને દર મનદેહ તવ ઉત્થાન...

પ્રભો, નિરંતર વહે તવ શાશ્વતી સદા સભાન...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Albizia lebbeck
Siris tree, Woman’s tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine