Sunday, 16 February 2020

નિરંતર વહે તવ શાશ્વતી ...


દર કણમાં તવ વાસ ને દર ઢગમાં તવ પ્રમાણ
દર તસુનાં તવ માપ ને દર જગ તવ પ્રતાપ

દર ક્ષણમાં તવ ઊંડાણ ને દર કાળ તવ પ્રસાર
દર બીજ તવ આધાર ને દર ઘટાટોપ તવ છાંય

દર કોષ તવ બ્રહ્માંડ ને દર જીવ તવ આકાશ
દર રેષો તવ ગ્રાહ્ય ને દર તંત્ર તવ પ્રાવાધાન

દર ટીપું તવ ભીનાશ ને દર દ્રવ્ય તવ પ્રવાસ
દર બિંદુ તવ સ્થાન ને દર સૃષ્ટિ તવ બદલાવ

દર સીમા તવ વ્યાપ ને દર સૂક્ષ્મ તવ અવકાશ
દર હ્રદય તવ સામ્રાજ્ય ને દર મનદેહ તવ ઉત્થાન...

પ્રભો, નિરંતર વહે તવ શાશ્વતી સદા સભાન...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Albizia lebbeck
Siris tree, Woman’s tongue tree, Lebbeck tree
Significance: Integral Wisdom
The wisdom one obtains through union with the Divine

No comments:

Post a Comment