આમાં મનુષ્ય કર્ણ ક્યાં આવ્યો?
શ્રવણ તો માત્ર એક ઇન્દ્રિયનો લ્હાવો
સાવ સપાટી પર ઉપસતા આવર્તનો
સાચા સત્યનો પીરસાતો અસત્ય પડછાયો
ન હાથવગો ન હસ્તગત! ન હજી એટલો પાધરો
ફક્ત મમળાવવા મળ્યો મનગમતો કોળિયો!
શુદ્ધ સત્ય તો બ્રહ્મનો સરવાળો
મૂળ નાદ ૐ મહીંથી ને ‘નાં આવર્તનો
વિસ્તરતાં સહજ જો ગ્રાહ્ય પાકો
દર સ્તરને અલાયદો આયામ પોતીકો
સંવાદિતા પશ્યાત મળતો ૐકાર સાચો
સુમેળમાં જીવતો ને સૃજનમાં ભળતો...
શુદ્ધિની આ સફર શુદ્ધતાને સમર્પિત...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Crataegus
Hawthorn, Thorn, Thorn apple
Significance: Spring Purity
The charm and freshness of youth
No comments:
Post a Comment