નરી દ્રષ્ટિને જ દેખાતાં રૂપ, ઘાટ, પ્રકાર
અન્યથા સર્વકંઈ છે એક જ ને આરપાર
સળંગ વહેતો સરકતો વહેળો લગાતાર
પલટતો પલટાવતો પણ નિરંતર નિરાકાર
સમુચ્ચય જાણે એક મહીંથી ને એકાકાર
અથવા કહો કે ન કોઈપણ વિભાગી પ્રભાવ
મનમતિ એ મૂકવું રહે વ્યાખ્યાયિત સ્થાન
ને તેથી નામકરણ ને સમજનો આ પ્રતાપ
સમય આવ્યે એ પણ ઓગળશે સદાય
ને છતાંય વહેળો તો એમ જ નિર્બાધ અનાયાસ...
શાશ્વતી સામે હોઈ શકે કોઈ સર્જન મહાન?
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Acalypha wilkesiana
Jacobs-coat, Copperleaf, Fire-dragon
Significance: Continuity
Rich, abundant, persistent
No comments:
Post a Comment