હર હર હરિદેવ... આક્રંદે રુડું રુદિયું
ને છતાંય પરમર્પણે નિતાંત છલકતું લીલું
શુદ્ધભાવ શુભાચારથી છલકાતું કુમળું
હંમેશ સર્વોપરી સર્વેસર્વા પ્રતિ અભીપ્સુ
મહાદેવ! ઉઘાડો આ વિશ્વનું અમૃતબિંદુ
દર હ્રદયે વસતું જીવ નિર્જીવ સમૂળગું
પૃથ્વી પ્રકૃતિ ન હોય રમકડું કચકડું
જનનીવત પોષણ, ન પાષાણ પ્યાદું
શુદ્ધિ સમૃદ્ધિ સક્ષમ, અક્ષમ્યને ક્ષમ્ય ઋુજું
બક્ષો વરદાન ને ઉપાડો પટલ અધુરું અધખૂલું
પૂર્ણતાનો પૂર્ણ કરો પ્રવાસ ધરી મૃદુ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
No comments:
Post a Comment