અછડતી કચાશ ને એની નોંધ જ પૂરતી
જેવી સપાટી પર નોંધાઈ ને થાતી પૂર્તિ
કશુંય નથી જે અશક્ય મહીં સમષ્ટિ
જે જે જરૂરી તે થઈને રહેવાનું સિદ્ધિ
એટલે જ ઉભરાતું સપાટીએ આવી
જેથી તુરંત સધાય જરૂરી સામગ્રી
પરમે દીધી દિશા ને એ તણી તૈયારી
તો એ જ રહે દ્રષ્ટા ને પ્રગતિશીલ દ્રષ્ટિ
જણે ક્યાં કંઈ કરવાનું રહે કે એવી શક્તિ
યુક્તિ પ્રયુક્તિથી ક્યાંય પરેની આ વિધી
શાંતિને ન ડગાવી શકે કોઈપણ સ્થિતિ
કે વ્યક્તિગત બનતી કોઈપણ પ્રવૃત્તિ
દર થાતી ને પ્રવર્તતી એહની અનુપસ્થિતિ
એને ક્યાં પહોંચી વળે સામાન્ય મનબુદ્ધિ
એહ દે પછી એહને રસ્તો ને ગતિ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Plumeria rubra
Frangipani, Temple tree, Nosegay, West Indian Jasmine, Pagoda tree
Significance: Psychological Perfection on the way to Fulfillment
The state of those who take up the yoga seriously
No comments:
Post a Comment