બસ! એ જગ્યામાં રહે...
નથી કોઈ વિપક્ષ કે અરસપરસ વિરોધી
નથી કોઈ જીત માટે અન્યની હાર જરૂરી
ન કરવી સાચા હોવા ખોટાની બરબાદી
કે બહુ પ્રચલિત અસત્યની વાહવાહી
દર પરિપેક્ષને આપવી અગ્રતા ઝાઝી
કારણ, દર પક્ષને પોતપોતાની શીખ વ્યાજબી
ન તુલનામાં જતાવવી ક્ષમતા કે હોંશિયારી
કે માપદંડમાં મૂલવવી વિશિષ્ટતા કે શાણ પાકી
જાળવવી ખુદની સમજ ખુદ માટે નિર્મોહી
સન્માનથી સન્માન અન્યોન્ય, સર્વપક્ષીય ને મોકળી...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Ocimum basilicum
Common basil, Sweet basil
Significance: Discipline
Sets the example and hopes t be followed
No comments:
Post a Comment