Friday, 21 February 2020

શ્રીમા! તું તો સર્વત્રમાં...


દ્રષ્ટિમાં તારી અમી ભરી
દર દ્રશ્યમાં તારી છબી મલકી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

શ્રુતિમાં તારી મધુકરી
દર શ્રવણમાં તારી સતસામગ્રી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

સ્પર્શમાં તારી અનુભૂતિ
દર સંવેદનમાં તારી ઋજુ સ્મૃતિ
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

નસ્યમાં તારી સુગંધગતિ
દર ગંધમાં તારી સોડમ ભળી
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

જિહ્વામાં તારી સ્વાદસમૃદ્ધિ
દર ગલપમાં તારી પોષક યુતિ
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

અસ્તિત્વમાં તારી આવૃત્તિ
દર નયનમાં છલકાવે તારી પ્રતિકૃતિ 
શ્રીમા! તું તો સર્વત્રમાં શ્વસી રહી...

અહો શ્રીમા! જગતજનની... 
સર્વત્રે તમો વિચરી રહી...

જય મા...

ફેબ્રુઆરી ૨૦૨૦



Flower Name: Nelumbo nucifera ‘Alba’
Sacred lotus, East Indian Lotus
Significance: Aditi – the Divine Consciousness
Pure, Immaculate, gloriously powerful

No comments:

Post a Comment