Sunday, 9 February 2020

એક આખું વિશ્વ જાણે!


શરીર તો માત્ર અવયવ મજ્જા પ્રવાહી સમૂહ
ને દેહ તો રહેણાક ગૂઢ ગતિવિધીઓ સૂક્ષ્મ

બંને જરુરી જીવન પરત્વે, જે તે જીવન અનુરૂપ
અરસપરસ અનુકૂળ, અન્યોન્ય કુશળ શુભ

એક આખું વિશ્વ જાણે! પ્રવર્તે મહીં સમૂળ
દેહધારી જ્યાં સભાન, બાહ્યજીવનથી અંર્તમુખ

દર પ્રવૃત્તિ ત્યાં પણ મહત્વની ને કેળવવી ગુહ્ય
કેળવણી દર સંસાધનની આગવી જેમાં પરમ રહે પ્રમુખ

સમર્પણવિધી પતતી જ્યાં સઘળું સુપ્રત ને તંત્ર સુકૃત
દિવ્ય અધિનિયમનમાં ને દિવ્યઈચ્છાએ જાગૃત

ને પ્રભુચરણે સકળ ખુશ...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Tithnia rotundifolia
Mexican sunflwer
Significance: Physical Consciousness entirely turned towards the Divine
It thirsts for the Divine and wants nothing but Him.

No comments:

Post a Comment