Tuesday, 11 February 2020

જીવંત દોરીસંચાર ...


એક ચોક્કસ જીવંત દોરીસંચાર
સર્વત્રે પ્રવર્તે જ્યાં જે જરુરી વ્યવહાર

પૂંઠે, અરસપરસ ને પ્રમુખે સદાય
ચોતરફ આવરિત સુરક્ષિત સજાગ

સતત જાગ્રત સક્રિય સભાન
મહીં નિંદ્રા જાગ્રૃતિ કે ક્રિયા દરમ્યાન

જોડાણ છે નિશ્ચિત, ને થાતું વધું ગાઢ
એકમાંથી એકમ પ્રતિ સ્થાયી પ્રયાણ

હલનચલન કે વલણ જે  જ્યાં અનિવાર્ય
સહસા ઉદ્ભવે સહજતામાં વિના પ્રયાસ

અહો ગઠબંધન કે ઐક્ય કહો !
તવ ચરણે પ્રભો! નિરંતર સદૈવ સુશાંત...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Polygonum
Knotweed, Smartweed
Significance: Vita Aspiration for the Union with the Divine
It raises straight up in an intense and concentrated movement


No comments:

Post a Comment