મોક્ષનાં નામે શું શું સમજે ને જતાવે, જાણ ઓ પ્રભુ!
તવ સમક્ષ કશું અણદીઠું ન અજાણ્યું
પણ બસ! બંધ કરો આ વ્યાપાર પ્રભુ...
સમજથી કે ઈચ્છા તૃપ્તિ થકી કદી હોય પૂરું
મુક્તિનાં નામે સંતૃપ્તિમાં મહાલતું
બસ! બંધ કરો આંધળું અનુકરણ, પ્રભુ...
કોઈકનું કહેવું ને કોઈકનાં નામે, છપાતું પ્રભુ
ઊંટવૈદ્યસમ! અણસમજનો લાભ લેતું
બસ! બંધ કરો ખોખલો નિમ્ન વ્યવહાર, પ્રભુ...
ઉપાડ સદંતર, આ પ્રવર્તમાન યુક્તિ સમુળ
મોક્ષ પૂંઠે ભુક્તિનું જ આદાનપ્રદાન નર્યું
ને રહે શેષ સર્વ તવ વ્યાપિ ને વ્યાપ્તિમાં
અંતર્ધાન, પ્રભુ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Magnolia grandiflora
Large-flowered magnolia, Bull bay, Southern magnolia
Significance: Perfect Vigilance
Nothing is neglected in its observation
No comments:
Post a Comment