Monday, 10 February 2020

અનુકંપા ...


અનુકંપામાં ભારોભાર શાંતિનો વાસ
કશુંય કનડે કશાયથી પરેશાન
શાંત સ્વસ્થતામાં આવર્તનો શાંત

એક એવો માનવીયતાની પરેનો આયામ
જ્યાં સર્વકંઈ એકસમાન એકપ્રમાણ
સંધિમાં ઓગળતું પક્ષીય પ્રાવાધાન

એક એવો ઉદ્દાત ઉમદા ઉત્કર્ષ ભાવ 
જે પરમહ્રદયેથી ઉદ્દભવતો વિશાળ
આવ્યો માનવજીવને જીવવા પ્રસાર

એક એવો મહાપ્રવાહ જે ઉદ્ગમસ્થાન
જ્યાં સર્વ નિમ્ન ઊણાં છીછરાં આકર્ષાય,
મેળવે સ્વ-ભાવ મુક્તિ ને પામે સદૈવનો આરામ...

વિસ્તારો તવ અનુકંપા, પ્રભો...અનંતો...તમામ...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Portulaca grandiflora
Rose moss, Sun plant, Eleven-o’clock
Significance: Sri Aurobind”s Compassin
Innimerable, ever present and effective in every instance


No comments:

Post a Comment