કશુંય ન જે હાવી, પ્રભાવી, શોષી શકે
અસ્તિત્વ આખાયમાં એ એકધાર પ્રવર્તે
એવું એક સ્થાન મધ્યસ્તંભસમ મધ્યસ્થે
મસ્તિષ્ક પરેથી પાદ પશ્યાત એકસરીખે
શ્વેતધાર આવરિત, શ્વેત શાંતિ ભરીભરીને
ચેતા, કોષ, નસે ફેલાવે એ ધાર ઠસીઠસીને
એક વાદળ સમ જાણે પ્રવર્તે દેહ સમગ્રે
સમૂળું પરમચેતના અંદર અગ્રે ને પછીતે
તટસ્થ નિર્વિવાદ નિર્મળ દરકારી સઘળે
બસ! એ જ વસે, ન કોઈ અવયવ, મજ્જા જરીકે
ઓગળતું મર્યાદ ને સકળ અમર્યાદ નિર્માણે
પરમે ધરી બાંહેધારી હસ્તક ને પરમ પરમે જીવને...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Cattleya
Orchid
Significance: The Aim of Existence is realized
Exists only by and for the Divine
No comments:
Post a Comment