અહો અદ્-ભૂત! આ સૌંદર્ય સમસ્ત તણું
વૈવિધ્યભર્યું ને વિધવિધ રીતે ઘણું ઘણું
કેટલું ગણો ને તોયે ખૂટે હજીયે કેટકેટલું
કંઈ કેટલુંય માનવક્ષમતાની બહાર હજુ
કંઈક હશે એવાં સેંકડો ક્ષીણ સૂક્ષ્મ કે ઋુજું
જ્યાં ન પહોંચ્યાં હોય સંશોધકો ને અભીપ્સુ
પ્રદેશો ભૂમિઓ વિસ્તારો! ખૂટે જેટલાં ગણું
અવસ્પર્શ્ય હજી, માનવસ્પર્શ ને ક્ષમતાથી ખરું!
સમેટે આ હ્રદય ને સમાવે આ મન પહોળું
સમસ્તસર્જકનું સર્જન અસીમ અનંત અનુઠું...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Dietes iridioides
African iris
Significance: Aristocracy of Beauty
So perfectly formed that it compels admiration
No comments:
Post a Comment