અહંથી એહ ભણી જવી જીવન સફર
અભિમાનથી આત્માધામ થવી નક્કર
બેયનાં સ્વગત વિશિષ્ટ સ્થાન સક્ષમ
પણ તીક્ષણતા તીવ્રતા તપસ અલગ
પહેલું - પ્યાદું ખોખલું પ્રકૃતિવશ
સતત ઉલટલટમાં ને ચઢઉતર
બીજું - સ્વયં મૂળ, બીજ સ્થાન
ને અંકુરીત તેથી જ સમસ્ત જણ
પહેલું - નર્યું આભૂષણ, દેખાડો પરસ્ત
નગ્ન હજીય દેહ, ન દઈ શકે સુરક્ષાકવચ
બીજું - ન આવરણ ન કાચું ઢીલું પડળ
ભીતરથી ઉભરતું સામ્રાજ્ય દ્વૈતપરમ
અહો બ્રહ્મ! તવ અસ્તિત્વ કડીબદ્ધ ને અકળ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Clivia miniate
Kaffir Lily
Significance: Conversion of the Aim of Life from the Ego to the Divine
Instead of seeking one’s own satisfaction, to have service of the Divine as the aim of life.
No comments:
Post a Comment