Saturday, 8 February 2020

તો જોજે છોડજે...


ઉપાડ્યું જે કામ તો જોજે છોડજે
સમાજ, સમયથી ડરીને સહેજે

ડટી રહેવું વિના પર્યાય, અણનમ રહેજે
વાતમાં આવીને કે નબળાઈમાં સહેજે

યોગ્યતા આવ્યે કાર્યભાર આવે
ભાગે વિભિન્ન રીતિ ગતિ જે જેને આવે

ક્ષમતા પણ ઘણી ઘણી હોવી ને પ્રમાણે 
વધવાનું રહે જે તે પ્રસાર વિસ્તાર પ્રમાણે

દર જીવન કે ઘટક લક્ષી અસ્તિત્વને આધારે
ખૂંપીને નીકળવા કાર્યકાળ આવે આમ આધારે

વૃદ્ધિમાં વધતી રહે સમૃદ્ધિ દર પ્રકારે
સમૃદ્ધ સમસ્ત ને એની સમષ્ટિ પ્રત્યેક શક્ય પ્રકારે

અજીબ વણથંભી પ્રગતિ ગતિ સદાયે
અસંખ્ય અનંતોથી ચાલતી ચાલે અસીમવત્ સદાયે

નતમસ્તક અનંત પ્રવાહને...

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦


Flower Name: Solanum melongana
Egg-plant, Aubergine, Brinjal, Jew’s apple
Significance: Fearlessness in the Vital
Goes straight to its goal and fears no inclemency

No comments:

Post a Comment