Sunday, 2 February 2020

અર્પણવિધી...


અર્પણવિધી...

ગત વીતી ઘડી ઘટના ઘટમાળ
સોંપુ પૂર્ણપણે ઓ પ્રભુ! દિવ્યચરણે આપ

ગત વાતચીત વાર્તાલાપ વિચાર
સોંપુ એ વાગોળ ઓ પ્રભુ! દિવ્યચરણે આપ

ગત વિગત વિધાન વિશેષધ્યાન
સોંપુ નિઃશેષ ઓ પ્રભુ! દિવ્યચરણે આપ

ગત સંપર્ક સાક્ષી સંયોગ સ્વાર
સોંપુ દર પ્રભાવ ઓ પ્રભુ! દિવ્યચરણે આપ

યથાયોગ્ય રહે પૂર્ણપણે દર જરૂરી ગ્રાહ્ય ટકાવ
બક્ષ્યો ઓ પ્રભુ! દિવ્યચરણેથી જે પ્રસાદ

પ્રભો...

ફેબ્રુઆરી ૨૦૨૦ 


Flower Name: Alcea rosea
Hollyhock
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine

No comments:

Post a Comment