બદલાવનો સહજતાથી સ્વીકાર
એટલો સમસ્તની પદ્ધતિનો સ્વીકાર
ક્યાંક ઉંડે બેઠેલો મૂંગો મૂંગો વિશ્વાસ
દ્રઢતાથી દોરે ને દ્રઢ કરાવતો રહે વિશ્વાસ
થાય ક્યાંક છૂટ, ચૂક ભણી સૂચક બાધ
ભલે ને! લગી રહેવું મળે જવાબ નિર્બાધ
વાગોળતી ભૂતકાળની સરણી ન દેવું ધ્યાન
લાગી રહેવું એકાગ્રતામાં લક્ષભરી ધ્યાન
બદલાવ ગોઠવાય જેમ બદલવાને મળે સ્થાન
તેમ મળે જણને પણ, બદલાયેલ નવ સ્થાન
બસ! તું ચાલ! ચાલતો રાખ સહજ ચાલ...
ચાલ જ નોંતરશે જરૂરી બદલાવને જરૂરી ચાલ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Clerodendrum speciossimum
Significance: Right Attitude
Simple and open, without complications
No comments:
Post a Comment