મૌનમાં ચાલતાં શાબ્દિક યુધ્ધ ને તીરકમાન
ન કોઈ તાદ્રશ્ય હકીકતે કે ન કોઈ સાંભળનાર
છતાંય ચાલે ન જાણે કેટલાય બોલતાં વિચાર
મનોમન ચાલતો આ મુક બધિર વાર્તાલાપ
બંડ, આક્રોશ, અન્યાય, ડર કે વળી અપરાધ
કોઈક કારણસર કે ઈચ્છાકારણે એ હારમાળ
અન્નમયમનની એ વિશિષ્ટતા ને વ્યવસાય
સતત ઉદ્ભવાવે આવાં જાતજાતનાં સંવાદ
બસ! જાણે યંત્રવત ને બાધક જે ન સભાન
લેવી રહે એની કમાન હસ્તક ને લગામ
જોતરવાં રહે એને વ્યસ્તતામાં ને કાર્યકાજ
સર્જન ભણી સુવ્યવસ્થિત જેથી ન રટે અનેકો ફરિયાદ
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Gmelina philippensis
Wild sage
Significance: Mental Voice
The mind must learn to express only what is dictated by the Divine
No comments:
Post a Comment