અધ્યાત્મમાં ન હોય રિવાજ
કે પલાંઠી મારી કરવા પૂજાપાઠ
અંતર સ્થિતિમાં થતો વિકાસ
ન મંદિરનાં આંટાફેરા કે પ્રવાસ
કે યજ્ઞ ક્રિયાકાંડમાં વિધી પતાવ
અંતરખોજથી શોધાતાં સર્વ જવાબ
ન ફક્ત જપ જાપ ને ધ્યાન બેધ્યાન
કે ઈતરપ્રવૃત્તિઓનો પર્યાય પ્રયાસ
અંતરઆદેશ અમલીકરણ દર પળવાર
બધું જ જે સમજાય એથી વિશેષ ક્યાંક
બધું જ જે પ્રવર્તમાન એથી વિશેષ જાણ
ભીતરનાં આંતરનાદનો સતત આવિર્ભાવ
ને પ્રભુ દર પળ સંગાથ...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Wrightia tinctorial
Pala indigo plant
Significance: Religious Thoughts
Can only be utilized when it is freed from the influence of religions
No comments:
Post a Comment