Friday, 10 June 2016

હે માણસ, તું મથી લે...


હે માણસ, તું મથી લે
કેસરિયા કરી લડી લે
આજ નહીં તો કાલે
સમર્પણ જ ઊધ્ધાર છે.

જ્ઞાન, વિજ્ઞાનમાં શોધી લે
ગુણાય એટલું ઘૂંટી લે
આ નહીં તો આવતે ભવે
સમર્પણ જ ઊધ્ધાર છે.

સમજ, સર્જન પોષી લે
વિશેષ, નવુંનવું રોપી લે
માનવજાતની વૃધ્ધિ કાજે
સમર્પણ જ ઊધ્ધાર છે.

મનને વિચારથી ચૂંથી લે
વિકટ વૃત્તિથી ગૂંચવી લે
દરેક કળ, ભય, ભ્રમ માટે
સમર્પણ જ ઊધ્ધાર છે.

ઈન્દ્રીયાતીત વિશ્વ માર્ગે 'મોરલી'
માણસ હજી પછાત છે.
પૌષ્ટિક સંવૃધ્ધિની ખાતરીને
સમર્પણ જ ઊધ્ધાર છે.
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Rosa ‘Paul Neyron’
Significance: Perfect Surrender
The indispensable condition for identification

2 comments: