Sunday, 26 June 2016

હે, માણસ... લે તું...


પ્રભાત કિરણની પ્રસાદી
હે, માણસ
લૂંટી લે તું દિલ ભરી...

એ તાજી કૂમળી ઝાંય કેસરી
હે માણસ
ભરી લે તું આંખ ઠારી...

એ કૂણી હળવી હવા લહેરખી
હે માણસ
ઓઢી લે તું ત્વચા કાંચળી...

એ મીઠી નિર્દોષ વહેતી ગતિ
હે માણસ
સમજી લે તું 'ઊઠ'માં ઊગે પ્રગતિ...

એ આવતી 'મોરલી' રોજ જુદી નવી
હે માણસ
તૈયાર રહે તું રહી દર પળ ખાલી...

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Physalis alkekengi
(Chinese-lantern, Winter cherry, Bladder cherry)
Significance: Sun-Drop
Luminous and lovely it brings joy.

No comments:

Post a Comment