ઊણપ છે પણ એને લઈને ના થંભવું...
અધુરપ છે પણ એમાં ના રીબાવવું...
ખૂટતું છે પણ એમાં ના આવી જવું...
અછત છે પણ એનાથી ના રોકાવવું...
અડચણ છે પણ એ ન હાવી થવા દેવું...
વિઘ્ન છે પણ એ વિરુધ્ધ ન ઝઝૂમવું...
સંકડાશ છે પણ એમાં ના હારી જવું...
અથડામણ છે પણ એમાં ન સંકોચાવું...
લડત છે પણ એને ન જીવન બનાવવું...
અક્ષમ છે પણ એમાં રહી ન રાચવું...
મર્યાદા છે પણ એનાથી ન અટકાવું...
મનપ્રીતો છે 'મોરલી' એ બધી,
એથી નથી ઓળખાવું,
આગળ ને ઊંચે બસ!
એ જ તરફ જરૂરી છે ચાલવું...
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
(Madagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle)
Significance: Progress
This is why we are on earth.
No comments:
Post a Comment