જૂઠોની વસ્તીમાં સત્ય ને અસત્ય શું?
વારંવાર વાગોળવાથી જૂઠ બને સાચ્ચું,
નિરંતર નકાર સત્ય ભૂંસે! એમ બને શું?
... જૂઠોની વસ્તીમાં...
એવાં તરંગો મળી અનુમતિ વિશ્વ રચે શું,
ને સત્ય પણ ગોથાય કે સાચ્ચે હું છું શું?
કહેનાર ને સાંભળનાર, બીજું જોઈએ શું?
... જૂઠોની વસ્તીમાં...
ચીખ મોટી, ઘૂંટાય ઘડીઘડી! યોગ્ય છે શું?
એમ અસત્યથી સત્ય ઢંકાય તો બાકી શું?
સમયવહેળમાં વાર્તા બની શકે હકીકત શું?
... જૂઠોની વસ્તીમાં...
આમ જ ચાલતી આ દુનિયાની લેવડદેવડ શું?
સહિયારા ફાયદા ત્યાં શું સાચું ને જૂઠું શું?
માણસ, સત્યને પણ બુરખો પહેરાવી ફેરવે શું!
... જૂઠોની વસ્તીમાં...
પણ હરિધામમાં 'મોરલી' સત્યનું ઊજળું અજવાળું.
એક અનોખી ઓળખ ને સાથે ચળકતું ઠેકાણું.
એ ઊતરે ત્યારે ભલભલાંને સમજાય હરિ હોવુ શું?
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Flower Name: Pereskia (Leaf cactus, Blade apple)
Significance: Never Tell a Lie
The absolute condition for safety on the path.
No comments:
Post a Comment