Saturday, 18 June 2016

900th post...શીખ અંદર જ...


શીખ અંદર જ બેઠી હોય છે.
આત્માની એ મૂડી હોય છે.
દર ઘડી તક બનતી હોય છે.
શીખવાનું લઈ લેતી હોય છે.

નવું નવું ઊમેરતી હોય છે.
શીખ્યું પાકું કરતી હોય છે.
પ્રયોગમાં મૂકી મૂલવતી હોય છે.
શીખ શીખને શીખવાડતી હોય છે.

માણસ એમાં પ્રેક્ષક હોય છે.
પોતાને જોતો ને શીખતો હોય છે.
ઘૂંટતો ને ઘટન કરતો હોય છે.
શીખ એનો ખોરાક હોય છે.

આયામો સર કરતો હોય છે.
એક પછી બીજાં, વધતો હોય છે.
ભૂલને પગથિયું બનાવતો હોય છે.
શીખનાં અમલથી શીખતો હોય છે.

'મોરલી' આવી શીખ વસતી હોય છે.
ભૂખ તરસ બની શ્વસતી હોય છે.
જણ નહીં શિક્ષા જીવતી હોય છે.
એ પ્રેરણામય પ્રભુ બક્ષીસ હોય છે.

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Spanish flag (Ipomoea lobata, Mina lobata)
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress

No comments:

Post a Comment