Thursday, 30 June 2016

અંતર વિશ્વ જુદુંજુદું...


સમજ અને અનુભવ
બંન્ને અંતર વિશ્વ જુદુંજુદું.

એક હકીકત પાસુ,
પૂર્ણ સ્થિતી બીજું.

એક મનોજગતમાં ઊગવું,
બીજું અસ્તિત્વને પૂરતું.

એક દિશાદ્વાર ખોલતું
બીજું સૂર્ય પોતે બનતું.

એક બુદ્ધિમત્તાનું દોરવણું,
બીજું જ્ઞાનની પૃષ્ઠભૂ.

એક વાક, વિચાર, દ્રષ્ટિબિંદુ,
બીજું તન મન મતિ ઊર ભરતું.

એક વ્યક્તવ્યનું ઊગમણું,
સત્યસ્વરૂપ પુરાવો બીજું.

અનુભવ એટલે નક્કર, 'ઘટવું'
સમજને 'મોરલી' અંદર સમાવતું.

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Dodonaea viscosa (Hopseed bush)
Significance: Psychic awakening in Matter

Matter opens itself to the spiritual life.

No comments:

Post a Comment