અંદરથી અસ્વીકૃતિ આવશે
પછી જ સમય બદલાશે.
સભાનતાની આ યાત્રા આવે
પછી જ ક્ષમતા વધશે.
જ્યાં સુધી સ્વીકાર રહેશે
ચાલશે, ફાવશે, હશે...ચાલશે,
નિસહાયતાથી સ્વીકારાશે,
બદલાવ હજી દૂર થતો જાશે.
જીવન ઘટનાથી મોટું લાગશે
જીવવામાં ધન્ય જાગશે.
સંજોગના શિકારનો છેદ ઊડાશે
ભલભલાં સમય સુધરવા લાગશે.
કોઈ પરિસ્થિતી ન સખાય જ્યારે
પ્રયત્નો પછી પણ ચાલ્યે રાખે
કોઈ મદદ, માર્ગ ન કામ લાગે
જરૂર જવાબ અંદરથી જાગશે.
અંદર ઊતરી પૂછજો ત્યારે
આત્મા! શું મંજૂર છે આ અત્યારે?
આંતરિક બળવો રસ્તો કાઢે
નામંજૂર થયું એટલે પત્યું જાણે.
સ્વરૂપ પછી ગડ પકડી ઝાલે
આકરાં ચઢાણ પણ મોળા પાડે.
'મોરલી' નવો બને વ્યક્તિ પણ સાથે
નવાં અભિગમમાં જીવન પણ જાગે.
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Flower Name: Codiaeum variegatum (Croton)
Significance: Power to Reject Adverse Suggestions
The power that comes from conscious union with the Divine.
Significance: Power to Reject Adverse Suggestions
The power that comes from conscious union with the Divine.
No comments:
Post a Comment