Monday, 20 June 2016

સમયની ગતિ...


સમયની ગતિ, જાણે સરકતી રેતી
ન વધુ ન ઓછી, સપ્રમાણ ખસતી
પળે પળની, બસ! સ્વીકારવી રહી!

હસ્તગત કરી એની ઘડી ઊપયોગી
ક્યાં ખોવાઈ તો એમાં ખોવાય ભોગી
જેવી વિતી, બસ! સ્વીકારવી રહી!

ક્યાંક હરીફ માને, હંફાવે યત્ન થકી
તો રમત માંડે સમય ને દોડાવે પછી
ભાવિની ક્ષણો, બસ! સ્વીકારવી રહી!

'મોરલી', સ્વામી બની શકો અટકાવી,
બસ! કર્મ, વચન, વિશ્વાસે બાંધી
લક્ષ્ય જીવતી,  પછી સરકતી રહેતી!

- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬

Flower Name: Clerodendrum speciosissimum
Significance: Right Attitude
Simple and open, without complications.

No comments:

Post a Comment