મા...
ગોચર અગોચરમાં તું વિરાજતી
ગોચર અગોચરમાં તું વિરાજતી
ગત અગતને રક્ષણ આપતી
પ્રગટ ગૂઢનું ભાન કરાવતી
વ્યક્ય અવ્યક્તને ધરતી આપતી
સત્ય સાતત્યને હૈયે ઊતારતી
ભાન કૃતજ્ઞતાને કણ કણમાં ઊગાડતી
ક્ષર અક્ષરની દિવ્યતા સમજાવતી
દ્રષ્ટિ સમદ્રષ્ટિ ભરી નજરે દેખાડતી
જાગ્રત સુષુપ્તને યોગ્ય સમાવતી
હકીકત સ્વપ્નને પંખ ઊડાન દેતી
મન હ્રદય ઊત્થાનને રાહ પકડાવતી
આચરણ અર્પણનાં પાઠ પઢાવતી
અભિપ્સુ ગ્રહણશીલ સશક્ત બનાવતી
'મોરલી' માનવ દિવ્યતાને પળપળ જિવાડતી
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Significance: Protection of the Gods
Luminous and clear-visioned.
No comments:
Post a Comment