રાજ, કર્મ, ધ્યાન, હઠ
વિવિધ ફાંટા, વિવિધ પ્રયોગ
ગમે તેટલો ઊચ્ચ યોગ
સાચી મુક્તિ થકી પૂર્ણ યોગ!
વિશિષ્ટ અદ્વિતિય પહોંચ
પધ્ધતિસર કે યોગાનુયોગ
અટકે બને કોઈ એક બિંદુ યોગ
પરિવર્તન આપે પૂર્ણ યોગ!
જ્યાં જેટલી જરૂર શોધ
એટલો જે તે પ્રકારનો ઊપયોગ
ખૂટતી કડી નો સંધિ યોગ
પૂર્તી કરે તે, પૂરવા પૂર્ણ યોગ!
ગમે તેટલો ઊંડો ઊચ્ચ
એક ફાંટાનો એટલે તૃટી યોગ
સર્વભાગનો 'મોરલી' અસ્તિત્વયોગ
શક્ય એ ફક્ત થકી પૂર્ણ યોગ!
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૬
Flower Name: Begonia
Significance: Perfect Integral Balance
One is ready for transformation.
No comments:
Post a Comment