દંભને કહો કે, "અહીં ખુલ્લો છે વર્તાવ,
નથી જરૂરી તારા આંચળાનો લિબાસ!
બેફિકર બેબાક છે નિયત ને વિચાર
વ્યવહાર વમળો સાથે પણ પ્રમાણિક કરાર.
વૈકલ્પિક પણ નથી, તો ક્યાંની ફરજિયાત!
જા જઈ શોધી લે નભવાને બીજો વાસ.
ખુલીને ખાખો થઈ જઈશ, વારમાં જરાક!
ઓગળી જવાશે. ભલે! રહીશ ધરી હામ.
રખેને ના આંટો મારીશ કે અમસ્તી લટાર!
અલપઝલપ પણ દેખાવા નથી ખુલ્લા દ્વાર.
હા, આવજે જરૂર. જો થાક્યો હો, ખેંચી ભાર -નકલી રૂપોનો ને થવું હોય શુદ્ધ તમામ આરપાર."
'મોરલી' વંદન...પ્રભુ!
દંભ તો ખુદની ખુદ સાથે આંધળા પાટાની રમત છે.
એવી રમત જેમાં જીત નથી. બંને પક્ષ હારે પોતાની તરફ કરેલા છે.
એવી રમત જેમાં જીત નથી. બંને પક્ષ હારે પોતાની તરફ કરેલા છે.
ભલે એ બીજી વ્યક્તિઓ માટે કે કોઈ ખાસ વટ વ્યવહાર માટે અમલમાં મૂકાતો હોય પણ એ નુકસાન તો યજમાનને જ કરે છે.
વ્યક્તિત્વમાં મહત્વનાં અંશ સાથે એ છેડછાડ કરે છે. ક્યાંક કશુંક નકલી, ઢોળ ચડેલું ઘૂસાડી દે છે. એવું ચોંટી જાય છે પછી કે યજમાન ખુદ એને પોતાનો હિસ્સો માની લે છે. ને એમ એ ઘર કરી જાય છે. કશુંક પણ દંભનાં ઓથારે વ્યક્તિત્વનો અભિન્ન અંગ બની જાય છે.
દંભનો સ્વીકાર એટલે છીછરા, ખોખલા, તકલાદી તત્વોને પ્રવેશ…
એક પ્રકારની કૃત્રિમતાને જીવન સોંપી દેવું અને એને તાજું માની એનાં ઉપર લીંપણ કર્યા કરવું.
અને એ ઢોળને અંતરઆત્મા સુધી ઢાંકી દેવાની મંજૂરી આપવી…
દરેક શરૂઆત નાની જ તો હોય છે…
‘ચેતતા નર સદા સુખી’... સમજવાની વાત છે!
જય હો પ્રભુ…
સાદર…
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૮
That [talking about spiritual things when one is full of imperfections] is not hypocrisy but a conflict between two parts of the nature. Hypocrisy comes in only when one preaches a thing one does not believe or deliberately pretends to be or aim at what one is not and has no intention of trying to become.
* Letters on Yoga — IV, Pg 92
The opposition in certain parts of the being exists in every sadhak and can be very obstinate. Sincerity comes by having first the constant central aspiration or will, next, the honesty to see and avow the refusal in parts of the being, finally, the intention of seeing it through even there, however difficult it may be.
* Letters on Yoga — IV, Pg 646
The greatest obstacle to the transformation of ones own character is hypocrisy. If you always keep this in mind when dealing with a child, you can do him a lot of good.
* The Great Adventure, p 14 (18-04-12)
Flower Name: Galphimia glauca
Significance: Honesty in the Physical Mind
Preliminary condition indispensable for transformation.
No comments:
Post a Comment