Thursday, 18 April 2019

ત્રિપુટી ધરી ચાલ...


પ્રેમ, વિશાળતા અને પ્રકાશ*
એટલે નિમ્ન તત્ત્વોને પડકાર

ઉચ્ચતમ કોટીનાં પહેરેદાર
ક્ષુદ્ર પ્યાદાઓને હંફાવવા તૈયાર

પ્રેમ થકી પલટે નફરત અભાવ
છલકાવી અશરતી હેત અપાર

વિશાળતાથી પલટાય સંકુચિત ઠાર
સ્વીકારથી સમાવે, બિન પર્યાય

પ્રકાશ પલટે સ્થગિત સમજ મર્યાદ 
નવ જ્ઞાનરુપે ખોલે આયામો અપાર

નિમ્ન અસ્તિત્વને જોઈએ આવકાર
ત્રિપુટી* ગેરહાજર તો સ્વાગત આસાન 

પગપેસારે જ્યાંને રિક્ત મળે સ્થાન
હે પૂર્ણયોગ માર્ગી! તું ત્રિપુટી ધરી ચાલ...

પ્રભુ...હરદમ રખેવાળ...

એપ્રિલ, ૨૦૧૯


Wherever are soulless minds and guideless lives
And in a small body self is all that counts,
Wherever love and light and largeness lack,
These crooked fashioners take up their task.
To all half-conscious worlds they extend their reign.
Here too these godlings drive our human hearts,
Our nature's twilight is their lurking-place:
Here too the darkened primitive heart obeys
The veiled suggestions of a hidden Mind
That dogs our knowledge with misleading light
And stands between us and the Truth that saves.
It speaks to us with the voices of the Night:
Our darkened lives to greater darkness move;
Our seekings listen to calamitous hopes.
A structure of unseeing thoughts is built
And reason used by an irrational Force.
*Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO V: The Godheads of the Little Life 153


Flower Name: Impatiens balsamina
Garden balsam, Rose balsam
Significance: Manifold Generosity
All in nature is spontaneously generous.

No comments:

Post a Comment