Sunday, 28 April 2019

જીવંત દ્રષ્ટાંત ...


શ્રુતિ, શ્રવણ, લેખન, વાંચન -
માધ્યમો પ્રતિ સત્યજોડાણ.
જીવંત દ્રષ્ટાંત સહુથી ધારદાર
સાતત્યનું સત્ય જીવી જાણ.

નથી સીમિત, ન કૌશલ્યમર્યાદ
કે કોઈ એક ભાગ પૂરતું સીમાંત 
સમગ્ર અસ્તિત્વે સત્યને પોકાર
ને સાહજિકતાથી સત્ય સ્વીકાર.

અમલીકરણે જ સત્ય સ્થપાય
આચરણમાં જ સત્યનો સત્કાર 
વર્તને સત્ય જ સત્યને બહુમાન 
સત્યએ ઉગવ્યો જ સાચો આચાર...

સત્-રૂપ પ્રભુને ...

એપ્રિલ, ૨૦૧૯


Flower Name: Solandra maxima
Chalice vine, Cup-of-gold vine
Significance: Absolute Truthfulness
Must govern one’s life if one wants to be close to the Divine.

No comments:

Post a Comment