Thursday, 25 April 2019

રસ્તો જરૂર કરજે...


રુકાવટ આવે જેટલી વાર
બે ડગ વધુ જોશથી ભરજે
વંકાઈને ઝૂકીને જરાક!
પણ રસ્તો જરૂર કરજે.

અંતરાયો આવે બે-પાંચ
હારીને ન પડતી મૂકજે
જે લીધી કરવાને ઠાન
બસ! લક્ષને તાકી ટકજે.

બલિદાનની નથી આ વાત.
ઝઝૂમીને સ્વબળે જીતજે.
કે થાકીને ન સમજજે આમ,
કે "આ સંકેત છે, અટકાવવા મને!"

કંઈક નવીન પ્રતિ વિરોધભાવ 
ભવોથી ચાલ્યો આવે
એને તું ન બનાવ સ્વભાવ,
તું ખરે શું છે! સમય બતાવશે.

હતાશાને ક્રિયાશીલતા આપી સ્વને સક્રિય બનાવો...

એપ્રિલ, ૨૦૧૯


"Then, what is the place of repentance in man's life? Has it any place in the life of a Sadhak?...
The place of repentance is in its effect for the future if it induces the nature to turn from the state of things that brought about the happening. For the Sadhak however it is not repentance but recognition of a wrong movement and the necessity of its not recurring that is needed...TM

Flower Name: Chloris barbata
Finger-grass
Significance: Repentance
The first step towards correcting mistakes.

No comments:

Post a Comment